દ્વારકા જાવ તો આ બસ મા દ્વારકા દર્શન જરુર કરજો! સાવ ઓછા ખર્ચે ડબ્બલ ડેક્કર બસ મા આખુ દ્વારકા…

આ ઉનાળાનાં વેકેશનમાં બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા બજેટમાં ફરો દ્વારકા! ભગવાન દ્વારકધીશન દર્શન કરીને ફરો માત્ર 600 રૂ.માં દ્વારકામાં આવેલ સ્થાનો પર. જો તમેં સહ પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે ઓછા ખર્ચે દ્વારાકા,  શિવરાજપુર અને નાગેશ્વરની મુલાકાત લઇ શકાશે. ગુજરાત ટુરીઝમ તરફથી દેખો દ્વારાકા – હોપ ઓન હોપ ઓફ ડબલ દેકર દ્વારાકા સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે, જે 1 દિવસની ટૂર છે.

ચાલો અમે આપને જણાવીએ કે, આ ટુરનો તમે કંઈ રીતે લાભ લઇ શકો છો. સૌથી પહેલા તો તમારે ગુજરાત ટુરિઝમની વેબસાઈટ પરથી આ બસની ટીકીટ બુકરવાની રહેશે અને આ ટૂરની ફી માત્ર 571.43 રૂપિયા છે. ટીકીટ બુક થયા પછી સવારે 8:30 વાગ્યે કીર્તિ સ્તંભ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે.  ત્યાર બાદ 8:45 કલાકે કીર્તિ સ્તંભથી ટૂરની શરૂઆત થશે. અને ત્યાર બાદ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર મંદિરનાં દર્શન માટે લઇ જવામાં આવશે.

જ્યોતિર્લીંગ મંદિર અને અમેઝિંગ ફન વર્લ્ડ ફેરવવામાં આવશે. પછી ટૂર રુકમણી મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાત લેશે. અને છેલ્લે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે કીર્તિ સ્તંભ પહોંચી જશો.ખરેખર ખુલ્લી બસમાં સફર નો આનંદ માણવો ખૂબ જ આંનદદાયકા રહેશે. જો તમે સહ પરિવાર અથવા એકલા આવો છો તો આ બસનો આંનદ માણવા આ ટુરનો લાભ લઇ શકો છો કારણ કે જો તમે દરેક સ્થાનો ફરવા જશો તો તમારે અલગ અલગ જગ્યાનું ભાડું ચૂકવવું જોશે.

આ ટુરમાં માટે તમે 600 રૂપિયામાં ફરી શકો છો. આ ટુરની અમુક શરતો છે જેમકે,5 વર્ષથી નાનાં બાળક માટે ટૂર ફ્રી છે, તેના માટે કોઈ સીટ આપવામાં આવશે નહીં. તેમજ આ એક ગાઈડેડ ટૂર રહેશે. અને કોઈપણ સ્થળની એંટ્રી ફીનો સમાવેશ ટૂરની ફીમાં કરવામાં આવ્યો નથી.  ટુર દરમિયાન આઈડી પ્રૂફ કે આઈડી કાર્ડ સાથ રાખવું ફરજીયાત રહેશે. ટ્રીપનાં કોઈપણ નેચરલ/પોલિટીકલ કે સોશિયલ કારણોને લીધે કેન્સલ થવા પર મેનેજમેન્ટની કોઈ જવાબદારી રહેશે નહીં. M/S Pinks Travels દ્વારા બધા અધિકારો આરક્ષિત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *