કચ્છ જાવ તો ત્યાંના આ ઐતિહાસિક સ્થળની મુલાકાત જરૂર લેજો ! સુંદર એટલું કે… જુઓ અધભૂત તસવીરો
જો વાત ગુજરાત અને ગુજરાતના લોકોની કરવામાં આવે તો તેઓ ખાણીપીણીથી લઈને હરવા ફરવાનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે. તેવામાં આજે તમને એક એવા સ્થળની મુલાકાત જ્યાની મુલાકાત તમને આ જીવન યાદ રહેશે. તેમજ ગુજરાતમાં અલગ અલગ શહેરના ફરવા લાયક સ્થળ તેમજ ઘણા સ્થળનોં ઇતિહાસ પણ ખુબજ રોચક અને રસપ્રદ જોવા મળતો હોઈ છે. આવો તમને આજે એક તેવાજ ખુબજ રોચક ઇતિહાસ ધરાવતા સ્થળ વિશે જણાવીએ.
મિત્રો તમને જણાવીએ તો આ સ્થળ કચ્છમાં આવેલું છે જ્યાં અમુક સ્થળો એવા છે જેની મુલાકાત લેવી પ્રવાસીઓ માટે જીવભરનું સંભારણું બની રહે છે. કચ્છના ખાવડા ગામથી આગળ જતાં ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા બીએસએફ વોર મેમોરિયલ એવી જ એક જગ્યા છે જે પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લું છે પરંતુ મોટાભાગના લોકો તેનાથી અજાણ છેભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સીમા નજીક આવેલો આ યુદ્ધ સ્મારક પ્રવાસીઓ માટે પણ ખુલ્લો છે જો કે તે માટે સીમા સુરક્ષા બળ પાસેથી પૂર્વ અનુમતિ લેવી પડે છે
આમ વાત કરીએ તો કચ્છમાં આ બોર્ડર ટુરિઝમ અનેક વર્ષો પહેલા વિકસી ચૂક્યો છે અને તેનો મુખ્ય આકર્ષણ છે કચ્છના ધર્મશાળા પાસે બનાવેલો બીએસએફ વોર મેમોરિયલ જો તમને ઇતતિહાસ વિશે જણાવીએ તો નો મેન્સ ઝોન કહેવાતા આ નિર્જન વેરાન રણ વચ્ચે 1971ના એ યુદ્ધમાં શહીદ થયેલા સીમા સુરક્ષા બળના વીર જવાનોની યાદમાં બનેલો આ ભવ્ય સ્મારક દેશપ્રેમ અને વીરતાની એક અમૂલ્ય ગાથા દર્શાવે છે. તેમજ વર્ષ 1965માં ભારતના અનેક સીમાવર્તી ક્ષેત્રોને કબ્જે કરવા પાકિસ્તાન દ્વારા ઓપરેશન ડેઝર્ટ હૉક અંતર્ગત ચઢાઈ કરવામાં આવી હતી.
થયું એવુ હતું કે 9 એપ્રિલના પરોઢે 3.30 વાગ્યે પાકિસ્તાની આર્મીએ યુદ્ધ શરૂ કર્યું હતું અને ઇતિહાસમાં અનન્ય એવા આ યુદ્ધમાં સીઆરપીએફની નાનકડી ટુકડીએ 12 કલાક સુધી પાકિસ્તાનની મોટી આર્મીને રોકી રાખી 34 પાકિસ્તાની જવાનોને ઠાર માર્યો હતો અને ચારને જીવતા પકડ્યા હતા. આ યુદ્ધમાં સીઆરપીએફના 8 જવાનોએ શહાદત વ્હોરી હતી અને 19ની પાકિસ્તાની આર્મીએ ધરપકડ કરી હતી. આમ જે બાદ આગળ ડિસેમ્બર 5 અને 6 દરમિયાન બીએસએફ દ્વારા પાકિસ્તાનના કાલીબેટ, વીંગી, પાનેલી, જટલાઈ, જાલેલી અને વિંગોર બોર્ડર આઉટપોસ્ટ પણ કબ્જે કરવામાં આવ્યા હતા.
તેમજ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા આ યુદ્ધને વધુ યાદગાર બનાવવા અને સીમા સુરક્ષા બળના જવાનોની વીરતાને અમર રાખવા ગુજરાત સરકાર દ્વારા ધર્મશાળા પાસે આ ભવ્ય વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું હતું, જેનો ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2013ના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વોર મેમોરિયલની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓને પોતાના પ્રવાસના દિવસથી પાંચ-સાત દિવસ પહેલા એક લેખિત અરજી ભુજના કોડકી રોડ પર આવેલા બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર ખાતે જમા કરાવવાની હોય છે. બીએસએફના ડીઆઈજીને સંબોધિત પત્રમાં પ્રવાસની તારીખ, ઉદ્દેશ્ય સાથે પ્રવાસીઓની સંખ્યા, નામ અને ગાડીની વિગતો પણ જણાવવી પડે છે. તો સાથે જ દરેક પ્રવાસીઓના સરકાર માન્ય ઓળખ પત્ર અને ગાડીના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ પણ જમા કરાવવાની હોય છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.