મહેસાણા જાવ તો બિસ્કુટ ભાખરી અને સ્વાદિષ્ટ શાક ખાવાનું નો ભૂલતા ! સ્વાદ એવો કે છેલ્લા ૩૦ વર્ષથી…સેલીબ્રીટીતો દોડ્યા આવે
મિત્રો ગુજરાત અને ગુજરાતના લોકો ખાવાના ખુબજ શોખીન હોઈ છે. તેમજ નવી અને અનોખી વાનગી બનાવી લોકોને તે વાંગની સ્વાદ દાઢે વળગી જતો હોઈ છે. તેવીજ રીતે હાલ એક નવી અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી ની એક કહાની લઈને તમારી પાસે આવ્યા છીએ. આજે અમે જે વિષે વાત કરીશું તેમાં ચટાકેદાર ભાખરી અને અને શાકના લોકો ખુબજ દીવાના બની ગયા છે. જેનો સ્વાદ એવી કે જીવનભર યાદ રહી જાય. લોકો દુર દુર થી આ હોટલની મુલાકતે આવે છે અને સ્વાદિષ્ટ ભાખરી શાકની મજા માણે છે આવો તમને વિગતે જણાવીએ.
આ સ્વાદીસ્ટ વાનગીની સુગંધ મહેસાણા માંથી આવી રહી છે જ્યાં અમદાવાદથી રાજસ્થાન અને દિલ્હી જતા હાઈવે પર વાહનચાલકો સહજાનંદ હોટલની ચટાકેદાર ભાખરી-શાકનો સ્વાદ માણવા અચૂક ઊભા રહે છે. એમાં પણ બિસ્કિટ ભાખરી જોઈને તો તરતજ મોંમાં પાણી જ આવી જાય છે તો જાણીએ એક નાના પાનના ગલ્લાવાળામાંથી વિષ્ણુભાઈ પ્રજાપતિ કેવી રીતે મહેસાણાના પ્રખ્યાત બિસ્કિટ ભાખરી-શાકના સ્પેશિયાલિસ્ટ બન્યા. ચાલો આજે તમને મહેસાણામાં ભાખરી શાકના સ્પેશિયાલીસ્ટ એવી સહજાનંદ હોટલની મુલાકાત કરાવીએ.
વાત કરીએ તો આ હોટેલ મહેસાણા આવેલા રામોસણા પુલ નીચે બી-ડીવીઝન પોલીસ મથક આવેલું છે. આ હોટલના સંચાલક વિષ્ણુભાઈ વર્ષો અગાઉ શહેરમાં એક હોટલ પાસે પાન પાર્લર ચલાવતા અને હોટલમાં કામ પણ કરતા. હોટલમાં કામના અનુભવ થકી જ વિષ્ણુભાઈએ શોખ અને ધગશથી પોતાની આગવી હોટલ ચાલુ કરી. જેમાં તેઓને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ સહજાનંદ નામ આપી હોટલ ચાલુ કરવા પ્રેરણા આપી. બસ, ત્યારથી એ હોટલમાં બનતા ભાખરી-શાક 30 વર્ષથી લોકોને દાઢે ચોંટ્યા છે. વાત કરીએ તો મહેસાણા શહેરમાં આમ તો ઘણા હોટેલ આવેલા છે. જ્યાં આગળ પણ બિસ્કીટ ભાખરી સાથે સેવ ટામેટા અને દહીંની તીખારી જેવા શાક પીરસવામાં આવે છે.
આમ પરંતુ સહજાનંદ હોટલમાં બનતી બિસ્કીટ ભાખરીનો ટેસ્ટ જ અલગ તરી આવે છે. આ હોટલમાં દિવસ દરમિયાન 1500 થી 2000 ભાખરી બનાવવા આવે છે. પરંતુ સાંજ પડતાં જ બધો સ્ટોક ખાલી થઈ જાય છે. એક ભાખરી પણ નથી બચતી. મોટા ભાગના લોકો આ ભાખરી પોતાના ઘરે પણ પેક કરી ચા સાથે ખાવા લઇ જતા હોય છે. મહેસાણાની આ ભાખરી ખાવા લોકો દૂર દૂરથી તો આવે જ છે પરંતુ અમારી ભાખરી અમેરિકા પણ મોકલવામાં આવી રહી છે. જિલ્લા બહાર કે રાજ્ય બહાર જતા ઘણા લોકો અમારી ભાખરી પાર્સલ કરીને લઇ જાય છે કારણ કે આ ભાખરીને 3 દિવસ સુધી કંઈ જ થતું નથી. તેમજ આ ભાખરી ગરમ કરતા ઠંડી ખાવાની ખુબજ મજા આવે છે.
તેમજ જણાવીએ તો આ હોટેલના સંચાલક આનંદ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, ભાખરીમાં 100% ઘઉંનો લોટ જ વપરાય છે. તે લોટમાં મેંદો કે એવો કોઈ બીજો લોટ મિક્સ કરવામાં આવતો નથી. અમારી ભાખરીને લઈ ગયા બાદ તેમાં 3 દિવસ સુધી કંઈ થતું નથી. અમે ઘઉંનો લોટ બહારથી લાવતા નથી. ઘઉં ખરીદીને લાવીને ઘરની ઘંટીમાં જ તેને દળીએ છીએ. અમે જાતે દળેલા લોટની જ ભાખરી બનાવીએ છીએ. લગભગ ગુજરાતના કોઈ સિટીના લોકો બાકી નથી જેણે અમારી ભાખરીનો સ્વાદ ન ચાખ્યો હોય. એકવાર અહીંથી નીકળતા સ્વાદ ચાખીને જાય છે તે અમારા ફિક્સ ગ્રાહક બની જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો