રાજકોટ જાવ તો આ જગ્યા પર એક વાર દાળ પકવાન જરુર ટેસ્ટ કરજો જીવનભર નહી ભુલો ! ફેમસ એટલા કે લાઇનો લાગે..

જો વાત કરવામાં આવે તો ગુજરાતી લોકો વધુ પડતા હરવા ફરવા અને ખાણીપીણીમાં ખુબજ રસ ધરાવતા હોઈ છે. તો વાળું ગુજરાતની વાત પણ કઈંક અલગ છે જેમ તમે એક શહેર માંથી બીજા શહેરમાં જાવ છો ત્યાં તો દરેક શહેરની એક અલગ ઓળખ અને એક એલગ સ્વાદિષ્ટ વાનગીઓ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે અમે તમારી પાસે ખુબજ સ્વાદિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ જેનું નામ સમોસા દાળપકવાન છે. તો આવો આજે તમને આ સ્વાદિષ્ટ વાનગીનો આજે ટેસ્ટ કરાવ્યે.

વાત કરવામાં આવે તો ફેમસ દાળપકવાનની સુગંધ રંગીલા રાજકોટ માંથી સામે આવી રહી છે જ્યાં છેલ્લા 13 વર્ષથી માં અંબે દાળપકવાનનોં સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. તમને સરનામું જણાવ્યે તો આ ફેમસ માં અંબે દાળપકવાન રાજકોટના જામટાવર ચોક પાસે જી. ટી. હોસ્પિટલની સામે આવેલી છે. આ દુકાન સવારે 6 વાગ્યાંથીજ શરૂ થઈ જતી હોઈ છે જ્યાના ફેમસ સમોસા દાળપકવાન ખાવા માટે લોકોની ખુબજ ભીડ ઉમટી પડતી હોઈ છે.

આમ આ સાથે જણાવ્યે તો માં અંબે દાળપકવાનના મૂળ માલિક પિયુસભાઈ સોની જે છેલ્લા 13 વર્ષથી આ ધંધો ચલાવી રહ્યા છે. જોત જોતામાં તેમની સમોસા દાળપકવાન લોકોને દાઢે વળગ્યા છે. તેમજ આ સાથે પિયુષભાઇની દાળ પકવાનની ડીશ, મિક્ષ પકવાનની ડીશનોં ટેસ્ટ લોકોને ખુબજ
પસંદ આવી રહ્યો છે.

તેમજ તમે જો રાજકોટના હોવ તો આ ફેમસ ડીશનોં સ્વાદ ઝોમેટો અને સ્વીગી થી મંગાવીને પણ માણી શકો છો. તો વળી પિયુસભાઈ વિશે જણાવીએ તપ તેઓ ફેમસ કોમેડી એક્ટર johnny lever સાથે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરેલું છે. તેમજ આ સાથે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ તેમણે કામ. કરેલ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *