રંગીલા રાજકોટ જાવ તો ત્યાંની શિવ કચ્છી દાબેલી જરૂર ચાખજો ! સ્વાદ એવો કે છેલ્લા 30 વર્ષથી લોકોને દાઢ વળગ્યો…
જો વાત કરવામાં આવે તો ગુજરાતી લોકો વધુ પડતા હરવા ફરવા અને ખાણીપીણીમાં ખુબજ રસ ધરાવતા હોઈ છે. તો વાળું ગુજરાતની વાત પણ કઈંક અલગ છે જેમ તમે એક શહેર માંથી બીજા શહેરમાં જાવ છો ત્યાં તો દરેક શહેરની એક અલગ ઓળખ અને એક એલગ સ્વાદિષ્ટ વાનગીઓ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે અમે તમારી પાસે ખુબજ સ્વાદિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ જેનું નામ કચ્છી ડાબેલઈ છે. આવો તમને આ સ્વાદિષ્ટ વાનગીનો આજે ટેસ્ટ કરાવ્યે.
ગુજરાતમાં તમે દાબેલી તો ઘણી પ્રકારની ખાધી હશે પરંતુ જ્યારે કચ્છી દાબેલીની વાત આવે તો બધાજ લોકોના મોઢામાં પાણી આવી જતું હોઈ છે. તેવામાં આજે તમને જે કચ્છી દાબેલીની વાત કરવાના છીએ તેની સુગંધ રંગીલા રાજકોટ માંથી સામે આવી રહી છે. ચટાકેદાર કચ્છી દાબેલીનો સ્વાદ એવો કે લોકો આંગળા ચાટતા રહી જાય છે. આ કચ્છી દાબેલી રાજકોટની ખુબજ ફેમસ દાબેલી છે તમને જણાવીએ તો આ દાબેલીની રેકડી આમ્રપાલિ ટોકિઝની સામે શિવ દાબેલી નામથી રેકડી છે. જ્યાં યોગેશ ભાઈ દરરોજ એક જ સરખી દાબેલી બનાવીને બધાને ખવડાવે છે. અહિંયા એક જ સરખો ટેસ્ટ હોવાથી લોકો અહિંયા દાબેલી ખાવા માટે આવે છે.
કચ્છી દાબેલી બનાવતા યોગેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મારી આ રેકડી રૈયા રોડ પર આમ્રપાલિ ટોકિઝની સામે શિવ દાબેલી નામથી છે. હું 35 વર્ષથી વધારે સમયથી આ ધંધો કરૂ છું.રાજકોટમાં સૌથી પહેલા દાબેલી શરૂ કરનાર અમે જછીએ. અમારી આઈટમ કચ્છની હોવાથી અમારી દાબેલીનું નામ કચ્છી દાબેલી છે. અમે અહિંયા દાબેલી, કચ્છી કડક દાબેલી, પાઉં રગડો અને બ્રેડ કટકા રાખીએ છીએ.
અહિંયા એક વખત ગ્રાહક આવીને ખાઈજાય એટલે એ બીજી વખત ચોક્કસથી આવે છે.અમારી ક્વોલીટી પણ ખુબ જ સારી છે એટલે લોકો અહિંયા દુર દુરથી પણદાબેલી ખાવા માટે આવે છે. આમ આ સાથે વધુમાં ગ્રાહક ભરતભાઈએ જણાવ્યું હતું કે કચ્છી દાબેલીની આ રેકડી તો છેલ્લા 30 વર્ષથી અહિંયા ઉભી રહે છે.અમે તો અહિંયા રોજ નાસ્તો કરવા આવીએ છીએ. વર્ષોથી આ દાબેલીનો ટેસ્ટ આ જ છે.. અને અહિંયા ખાવાની પણ એક નંબરની મજા આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.