સુરત જાવ તો ત્યાંના આયુર્વેદિક ખમણ ખાવાનું નો ભૂલતા ! સ્વાદની સાથો સાથ સ્વાસ્થ્યને પણ સારું રાખે અને…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતમાં અનેક પ્રકારની લોકપ્રિય વાનગીઓ મળે છે, ત્યારે ખરેખર આજે આપણે એક એવી વાનગી વિશે જાણીશું, જેના વિષે તમને જણાવીએ તો આયુર્વેદિક ખમણની તો આ ખમણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને હાલ આ ખમણ લોકોને દાઢે વળગ્યા છે, જોકે એક ખાસ વાત છે કે આ ખમણ ખાવાથી એસિડિટી ન થાય તેની જવાબદારી આ દુકાનદારની. આવો તમને આજે આ સ્વાદિષ્ટ અને અનોખી વાનગી વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો અત્યાર સુધી તમે ઘણા પ્રકારના ખમણ ખાધા ચીઝ ખમણ સેઝવાન ખમણ રસાવાળા ખમણ એવા અનેક ખમણ ખાધા હશે. પરંતુ શું તમને ખબર છે કે સુરતમાં હવે આયુર્વેદિક ખમણ પણ તમને મળી રહેશે. તો વળી શું તમને ખબર છે હાલ એક એવા ખમણ સામે આવી રહયા છે જેનું નામ આયુર્વેદિક ખમણ છે હવે તમને આ નામ સાંભળી એવું થશે કે આ આયુર્વેદિક ખમણ એ તો કઈ રીતે બનતા હશે. તો જાણીએ કે આ ખમણને આયુર્વેદિક ખમણ કેમ કહેવામાં આવે છે. એમ તો આજે ખમણ હોય છે એ તો ચણાની દાળ અને આથાના જ ખમણ હોય છે પરંતુ આ ખમણ તમને માત્ર કાચા ખમણ આપી દેવામાં આવતા નથી.

તેમજ જો તમને આ આયુર્વેદિક ખમણ વિષે જણાવીએ તો મસાલો આયુર્વેદિક જડીબુટ્ટી તૈયાર કરવામાં આવે છે. આ મસાલામાં અશ્વગંધા જાવંત્રી અંધજલ હિંગ જેવી આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરીને મસાલો તૈયાર કરવામાં આવે છે. આ મસાલાને ખમણ પર નાખીને ખાવાથી એસિડિટી કે ગેસ ઉત્પન્ન કરતું નથી અને પચવામાં પણ સહેલા રહે છે. જો તમને આ સાથે જણાવીએ તો આ ખમણ સ્વાદમાં પણ ઘણા સારા લાગે છે અને ખમણ ખાતી વખતે આ ખમણમાં આયુર્વેદિક મસાલો નાખવામાં આવ્યું છે તે પણ ખબર નથી પડતી અને આ મસાલો ખમણને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

આ ખમણ ગમે ત્યારે પણ જાવ છો ત્યારે ગરમ ખમણ જ આપવામાં આવે છે અને રાત્રે 12:30 વાગ્યા સુધી અહીંયા ખમણનું વેચાણ થાય છે.ત્યારે એકવાર ચોક્કસ ટ્રાય કરો આયુર્વેદિક ખમણ. આમ આ ખમણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારા કઈ રીતે બનાવી શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા આયુર્વેદિક ખમણ બનાવવામાં આવ્યા. આ સાથે ખમણમાં ધણીનું તેલ અને લીલું લસણ નાખીને આપવામાં આવે છે. અહીંયા બારેમાસ લીલા લસણ સાથે ખમણ આપવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *