સુરત જાવ તો ‘ ભજીયાવાળનું ચટાકેદાર ગ્રીન ઊંધિયું જરૂર ખાજો’ ! સ્વાદ એવો કે એકજ દિવસમાં…છેલ્લા 80 વર્ષથી છે લોકોનું મનપસંદ
જો વાત કરવામાં આવે તો ગુજરાતી લોકો વધુ પડતા હરવા ફરવા અને ખાણીપીણીમાં ખુબજ રસ ધરાવતા હોઈ છે. તો વાળું ગુજરાતની વાત પણ કઈંક અલગ છે જેમ તમે એક શહેર માંથી બીજા શહેરમાં જાવ છો ત્યાં તો દરેક શહેરની એક અલગ ઓળખ અને એક એલગ સ્વાદિષ્ટ વાનગીઓ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે અમે તમારી પાસે ખુબજ સ્વાદિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ જેનું નામ સાંભળીનેજ તમારા મોઢામાં પાણી આવી જશે. આવો તમને આ સ્વાદિષ્ટ વાનગી વિષે વિગતે જણાવીએ.
આ સ્વાદિષ્ટ વાનગીની સુગંધ સુરત શહેર માંથી આવી રહી છે. જ્યાં ઉત્તરાયણમાં જમવાના મેનુમાં એક અનિવાર્ય વાનગી તરીકે ઊંધિયું તો હોય ને હોય જ. ઊંધિયું મૂળે સુરતની વાનગી છે, જેની સુવાસ અત્યારે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. સુરતમાં ભાજપ નેતા નીતિન ભજિયાવાળાનો પરિવાર છેલ્લાં 80 વર્ષથી ઊંધિયાના ટેસ્ટ પર રાજ કરી રહ્યો છે. સમય જતાં ઊંધિયું બનાવવાની પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે ને માટલા ઊંધિયાની પરંપરા બીજા પ્રકારે લઈ લીધી છે. જોકે, ટેસ્ટમાં કોઈ જ ફેરફાર થયો નથી. આ પરથી વાત કરવામાં આવે તો સુરતના મોડ કોર્ટ વિસ્તારના ચૌટાબજારમાં જોષી (ભજિયાવાળા) પરિવાર આજે પણ પાંચમી પેઢીએ ઊંધિયું બનાવી રહ્યો છે.
ધનજીભાઈ જોષીનો પરિવાર આજે પણ એ જ સ્થળ ઉપર સુરતના ઐતિહાસિક ચૌટાબજારમાં જ ઊંધિયું બનાવીને સુરતી સ્વાદપ્રિય પ્રજાને આપી રહ્યું છે. જો જણાવીએ તો અત્યાર સુધી ધનજીભાઈ જોષી, જયશંકર ધનજીભાઈ જોષી, દેવપ્રસાદ જયશંકર જોષી, નીતિન દેવપ્રસાદ જોષી, કૃણાલ નીતિનભાઈ જોષી આજે પરિવારનો વારસો સંભાળી રહ્યા છે. જો તમને આ પરિવારના ઊંધિયું બનાવવાની ઇતિહાસ વિષે જણાવીએ તો સુરતના ચૌટાબજાર ખાતે તેમની દુકાન 1942થી કાર્યરત છે. તેમજ હાલના માલિક ઉમેરે છે કે આ સત્તાવાર ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ ઉપર લખાયેલું વર્ષ છે. પરંતુ અમારો પરિવાર તેના કરતાં પણ થોડાં વર્ષો પહેલાંથી ઊંધિયું સહિત અનેક ફરસાણની વાનગીઓ પણ બનાવતું હતું. આજે અમારી પાંચમી પેઢી ઊંધિયું બનાવી રહી છે. સમયની સાથે ઊંધિયાના પ્રકારોમાં અને તેની બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થયા છે પરંતુ દાયકાઓથી જે સુરતીઓ ઊંધિયાનો આસ્વાદ મળે છે તે આજે પણ અંકબંધ છે.
તેમજ આ પરિવારની ઊંધિયું બનાવવા માટેની બીજી એક પદ્ધતિ એવી છે કે પહેલા પાપડીને બાફી લેવામાં આવે છે. ત્યારબાદ રતાળુ, રવૈયા, બટેટા, શક્કરિયા આ તમામ શાકભાજીને તેલમાં તળી લેવામાં આવે છે. તેનામાં લીલો મસાલો ઉમેરીને ઊંધિયું તૈયાર કરાય છે. આ ઊંધિયું બનાવવાની પદ્ધતિનો લાભ એ છે કે વધુ સમય સુધી ઊંધિયું સ્વાદિષ્ટ રહે છે આમ આ સાથે પાંચમી પેઢીથી ઊંધિયું બનાવતા નીતિન ભજિયાવાળા (ઠાકર) જણાવ્યું કે સુરતમાં વર્ષોથી તેઓ અને તેમનો પરિવાર ઊંધિયું બનાવે છે. દાયકાઓથી એક જ સરખો ટેસ્ટ તેમને ત્યાં મળે છે. તેથી સુરતીઓ અહીં ઊંધિયું ખરીદવા માટે આવતા હોય છે. સુરતની કતારગામની પાપડી તેમજ ઓલપાડ અને ઈચ્છાપોર ગામની પાપડીને કારણે સુરત જેવો જે ટેસ્ટ આવે છે તે અન્ય કોઈપણ સ્થાને ઊંધિયું બનાવો તો પણ તેનો સ્વાદ આવતો નથી. આમ આ ઊંધિયું લોકોને વર્ષોથી દાઢે વળગ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો