વડોદરા જાવ તો ત્યાના શ્રી અત્તર પાનની મુલાકાત લઇ પાનનો સ્વાદ જરૂર લેજો ! વર્ષોથી આ પાન લોકોના દાઢે વળગ્યું છે,કિંમત પણ ફક્ત…
ગુજરાતના લોકોની વાત કરીએ તો તેઓ ખાસ કરીને હરવા ફરવા અને ખાણીપિણીનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે તેવામાં હાલ તમારી માટે આજે એક ખુબજ જોરદાર અને સ્વાદિષ્ટ પાન લઈને આવ્યા છીએ. જેને તમે ખાશો તો જીવનભર તેનો સ્વાદ ભૂલશો નહિ. અમે જે પાનની વાત કરી રહયા છીએ શરૂઆતમાં પાનમાં તજ, લવિંગ,એલચી પાવડર નાખવામાં આવતો હતો.આ પાન લોકોના દાઢે વળગ્યું છે અને 150 વર્ષથી આજ સ્વાદ હજી સુધી અકબંધ છે. આયુર્વેદિક ઔષધીય પાન 30 રૂપિયાથી શરૂ કરીને 2800 રૂપિયા સુધીનું પાન અહીં મળે છે.
વાત કરવામાં આવે તો વડોદરામાં પાનની શરૂઆત 150 વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં થઈ હતી. પરષોત્તમદાસ અને મંગલદાસ ભાવસાર દ્વારા લેહરીપુરા મંગળ બજારથી પાનની શરૂઆત થઈ હતી જ્યાં શ્રી અત્તર પાન, ભાવસાર બ્રધર્સ દ્વારા ચોથી પેઢી પણ શહેરમાં કાર્યરત છે. ભાઈઓ પૈકી સતિષભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, બીડી, સિગારેટ, તમાકુ કે માનવ શરીરને નુકસાન પહોંચાડતા દ્રવ્યોનો વેપાર કરતા નથી. અમે સંપૂર્ણપણે આયુર્વેદિક ઔષધીય પાન જ બનાવીએ છે.
તેમજ જો તમને જણાવીએ તો કલકત્તાથી મોંઘા ભાવના ખારપાન એટલે કે તાંબુલ, બિહારના ગયાથી મઘઈ પાન મંગાવીએ છીએ. જેમાં જેઠીમધ, તજ, લવિંગ, જાયફળ, જાવંત્રી, પ્રવાલ, વસંત, માલતી, કેસર, અંબર, બરાસ, અગર સહિત 17 પ્રકારના આયુર્વેદિક ઔષધીય દ્રવ્યનો ઉપયોગ કરીએ છે. આમ આ સાથે આ આયુર્વેદિક ઔષધીય પાન 30 રૂપિયાથી શરૂ કરીને 2800 રૂપિયા સુધીનું પાન અહીં મળે છે. આ પાનમાં સોના ચાંદીના વરખ પણ લગાવી આપવામાં આવે છે જે દેખાવમાં ખુબજ સુંદર અને અનોખું પણ લાગે છે.
તેમજ આ પાનમાં લીલા પાનની સાથે અત્યારે ડ્રાય પાનની માંગ વધી છે. લીલું પાન બનાવતા પાંચ મિનિટનો સમય લાગે છે જ્યારે ડ્રાય પાન બનાવતા એક દિવસનો સમયગાળો લાગતો હોય છે. જે પાનને અડધા કાપી દેવામાં આવે છે, એનો પણ ફરી ઉપયોગ ડ્રાય પાન બનાવવામાં કરવામાં આવે છે. તેમજ આ ડ્રાય પાન ફક્ત શ્રી પાન અત્તરમાં જ મળે છે. જેમની રાવપુરા અને ઓ.પી.રોડ ખાતે દુકાન આવેલી છે. આ ડ્રાય પાનની માંગ એટલી બધી વધારે છે કે, વિદેશોમાં મોકલવામાં આવે છે
આમ આ સાથેજ વધુમાં સતિષભાઈએ જણાવ્યું હતું કે, લોકો ખાસ શિયાળામાં અમારું આયુર્વેદિક ઔષધીય પાન ખાવા આવતા હોય છે. જેથી કરીને કફ, શરદી, ખાંસીમાં આયુર્વેદિક ઔષધીય પાન ફાયદાકારક સાબિત થાય છે. તેમજ આ પાનની અલગ અલગ વેરાયટીઓ પણ જોવા મળે છે જેમ કે પાન શિંગોડા પાન, સાદુ પાન, ચોકલેટ પાન, સ્પેશિયલ પાન, મઘઈ પાન, તાનસેન રજનીગંધા પાન વગેરે મળે છે. આમ આ આયુર્વેદિક ઔષધીય પાન ખાવાના અનેક ફાયદા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.