વલસાડ બાજુ જાવ તો નોબલ ઉબાડીયા ખાવાનું નો ભૂલતા ! સ્વાદ એટલો મસ્ત કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં…હેલ્થ માટે પણ છે સારા

મિત્રો ગુજરાતના લોકો માવી માવી વાનગીઓના ખાવાના ખુબજ શોખીન હોઈ છે તેથીજ તેઓ અવાર નવાર નવી જગ્યાએ કઈંક નવી વસ્તુનો સ્વાદ માણવા જરૂર જ્ત્યા હોઈ છે. તેવીજ રીતે હાલ એક સ્વાદિષ્ટ વાનગી લઈને તમારી પાસે આવી રહયા છે જેનો સ્વાદ એવો કે તારખ મહેતા કે ઉલ્ટા ચશ્માં શો માં પણ તેના બોલબાલા છે ઉબાડિયા નામની આ ડીશ ખાતાજ તમારી ઠંડી ઉડી જશે. આવો તમને વિગતે પુરી માહિતી જણાવીએ.

મિત્રો જેમ તમે બધા જાણોજ ચો કે હાલ શિયાળો ચાલી રહ્યો છે તેવામાં ઠંડીની મોસમ આવે એટલે દક્ષિણ ગુજરાતના ફેમસ ઉબાડિયાનો સ્વાદ કંઈક હટકે જ હોય છે. તેમજ આ ઉબાડિયાઆની ખાસિયત એ છે કે આ ઉબાડિયું ગેસથી નથી બનતું તેમજ એમાં એકપણ ટીપું તેલનો ઉપયોગ નથી થતો. માટલામાં શેકવાથી ઉબાડિયું તૈયાર થાય છે, જેનો સ્વાદ માણવા માટે લોકોની ભીડ લાગે છે. વલસાડના અતુલ હાઇવે ઉપર આવેલું નોબલ ઉબાડિયું ખૂબ ફેમસ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયાલમાં પણ આ ઉબાડિયાનો એક એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો.

આમ તે પછ આ ઉબાડિયું ખૂબજ ફેમસ થયું છે. ત્યારે આ ઉબાડિયું કેવી રીતે બને છે અને એમાં કેટલી સામગ્ર જોઈએ એ તમામ વિશે આજે અમે તમે જણાવવાના છીએ. જો તમને જણાવીએ તો શિયાળાની કડકડતી ઠંડીમાં ઉબાડિયાની મહેકથી ગુજરાત સહિત વિદેશમાંથી પણ લોકો વલસાડ જિલ્લાના પ્રવાસે આવી પહોંચે છે. ઉબાડિયું તેલ અને પાણી વગર માત્ર માટલામાં શેકવાથી તૈયાર થતી સ્વાદિષ્ટ વાનગી છે. વલસાડના અતુલ હાઇવે ઉપર આવેલું નોબલ ઉંબાડિયું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી ખૂબ ફેમસ થયું છે.

જોકે આ સાથે અમેરિકા, જાપાન, રશિયા સહિતના કેટલાક દેશોમાં વસતા વલસાડના નાગરિકો શિયાળામાં નોબલ ઉબાડિયું પાર્સલ દ્વારા મગાવતા હોય છે આમ તમને જણાવીએ તો વિદેશમાં પણ લોકચાહના ધરાવતા નોબલ ઉબાડિયાની ડિમાન્ડ સતત વધી રહી છે. તારક મહેતાના પ્રોડ્યુસર આશિષ મોદીએ નોબલ ઉંબાડિયું બનાવતી ટીમની મુલાકાત લઈને આ વિશેષ રેસિપી પર એક એપિસોડ શૂટ કર્યો હતો. એ બાદ નોબલ ઉંબાડિયાની ડિમાન્ડ સતત વધતી ગઈ છે. આમ ઉબાડિયુ કંદમૂળ અને લીલી પાપડી, બટાટા, શકરિયાંને માટલામાં ભરીને ભઠ્ઠામાં બાફીને અનોખી રીતે બનાવવામા આવતું ઉબાડિયું જે પણ કોઈ એકવાર ચાખી લે છે તો એનો સ્વાદ ક્યારેય ભૂલતા નથી. આખા શિયાળામાં ઉબાડિયાની સીઝન ચાલે છે, જે આ વિસ્તારના લોકો માટે કમાણી અને રોજગારનું એક મોટુ માધ્યમ પણ પુરવાર થાય છે.

જો તમને આ સ્વાદિષ્ટ ઉબાડિયું બનાવવાની રીત જણાવીએ તો ઉબાડિયું બનાવવા માટે સૌથી પહેલા સક્કરિયાં, રતાળુ, બટાટા અને લીલી પાપડીને સાફ કરીને એમાં હળદર સહિત અન્ય દેશી મસાલા ભરવામાં આવે છે. ત્યાર બાદ આ વિસ્તારમાં મળતી એક વિશેષ વનસ્પતિમાં વીંટાળીને માટીના માટલામાં ભરીને પેક કરી દેવામાં આવે છે. જેની ખાસિયત એ છે કે એ ગેસ પર નથી બનતું, એને પકવવા માટે જમીનમાં ખાડો ખોદીને એમાં સૂકા પાન, લાકડા મૂકવામાં આવે છે. એમાં લાકડાં અને છાણાંના સળગતા ભઠા પર માટલાને ઊંધું કરીને મૂકવામાં આવે છે. લાંબા સમય સુધી એને તપાવીને પછી એ ગરમા ગરમ બાફેલાં ઉબાડિયાં લીલાં મરચાં, ધાણાની તીખી ચટણી સાથે ખાવા માટે તૈયાર થઈ જાય છે. તેમજ આ ઉબાડિયું શરીર માટે પણ ખુબજ ફાયદાકારક છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *