જો આ ભાઈની વાત માની હોત તો બધા લોકો ના જીવ બચી જાત ! બ્રીજ પર ગયેલા વિજયભાઈ એ જણાવી એવી હકીકત કે…
ગુજરાતી નવા વર્ષના પ્રારંભે રવિવારે મોરબીની દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો વ્યથિત કર્યા છે. પુલ તૂટતાં અત્યાર સુધી એક સામટાં સરકારી આંક મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વધી રહ્યો છે, હજુ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે મોરબીમાં માતમ છવાયો છે. લોકો રવિવાર હોવાને કારણે પોતાનજ ફેમિલી સાથે ફરવા આને ઝુલતા પુલણી મજા માણવા આવ્યા હતાં. આમ ત્યાં આવીક એક પરિવાર બ્રિજ પર બનેલી ગોઝારી દુર્ઘટનાની બે કલાક પહેલા જ સદનસીબે ત્યાંથી નીકળી ગયા જ્યારે મૂળ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને હાલ અમદાવાદમાં બાપુનગરમાં રહેતા વિજય અગરબત્તી વાળા વિજયભાઈ ગોસ્વામીએ ચોંકાવનારી વાત જણાવી છે. જે સાંભળી તમે પણ કેશો કે આ ભાઈની ફરિયાદને ધ્યાને લઈને જો પગલાં લીધા હોટ તો આજે લોકોનાં જીવ બચી ગયા હોત.
વિજયભાઈ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદથી જામનગર આવ્યો હતો. અહીંયા વિજય અગરબત્તી તરીકે મારો વ્યવસાય છે અને આ જ વ્યવસાય તેવો અમદાવાદમાં બાપુનગર ખાતે કરી રહ્યા છે. જ્યારે વતનમાં દિવાળી મનાવવા આવ્યા બાદ અમદાવાદ જતી વખતે પહેલા તેઓ મોરબીમાં રહેતા તેમના સગા સંબંધીઓને ત્યાં ગયા હતા અને બંને પરિવારો સાથે 11 સભ્યો ઝૂલતા ફુલ જોવા માટે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. આમ આ ગોઝારીયા ઘટના બાદ વિજયભાઈએ કહ્યું હતું કે, તેઓ જ્યારે પુલ પર હતા ત્યારે કેટલાક યુવાનો પુલને પકડીને હલાવી રહ્યા હતા.
આ મામલે તેને પુલ સંચાલકની ઓફિસ પર ફરિયાદ પણ કરી હતી પરંતુ, તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ત્યાંના બંને કર્મચારીઓએ ભાર ઉધ્ધતાઇથી જવાબ આપીને એમ કહ્યુ હતું કે, ભાઇ અમે અમારે કોને કહેવા જવું ? કોઇ માનસે નહીં તમે જાઓ.આવો જવાબ સાંભળીને વિજયભાઇ તેમના ફેમીલી મેમ્બર સાથે નિકળી ગયા હતાં, પરત ફરતી વખતે એમણે જોયું હતું કે, વધુ પ્રમાણમાં લોકો બ્રિજ તરફ આવી રહ્યા છે, એમણે જોયું હતું કે, બ્રિજ પર બંને તરફ અને વચ્ચે કર્યાંય કોઇ પ્રકારની સિક્યુરીટી જોવા મળી ન હતી, સીસીટીવી કેમેરા પણ કયાંય લાગેલા ન હતાં, અમે હતાં ત્યારે જ પુલ ઓવરલોડ જેવી સ્થિતિમાં દેખાતો હતો.
તેમજ આ બાબત અતિ ગંભીર છે, જો ઓરેવાની ઓફીસે ઉપસ્થિત કર્મચારીઓએ મુળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા વિજયભાઇની વાતને ગંભીરતાથી લઇને બ્રિજ પર થઇ રહેલી હિલચાલને રોકી હોત અને એવા સ્વછંદી તત્વોને કાબુમાં રાખ્યા હોત તથા જે અભૂતપૂર્વ ઘસારો હતો તેને નિયંત્રણમાં રાખવા આડેધડ ટીકીટોનું વેંચાણ કર્યું ન હોત તો કદાચ આટલી બધી ગંભીર ઘટના ઘટી ન હોત. આમ વિજયભાઇ જણાવ્યું કહતું કે,” સદનસીબે અમારે 5 કલાકમાં અમદાવાદ પહોંચવાનું હોવાથી અમે ત્યાંથી 4.30 આસપાસ ત્યાંથી નિકળી ગયા હતાં. અમારો પ્રોગ્રામ પણ આમ તો સાંજ સુધી રહેવાનો હતો.”
વધુમાં જણાવ્યું કે ” જોકે અમારે અમદાવાદ પહોંચવામાં મોડું થઇ જશે એ કારણે અમે નિકળી ગયા હતાં અને આમ પણ બ્રિજ પર જે રીતે ધીંગા મસ્તીઓ થતી હતી તેના કારણે પણ અમારે વધુ રોકાવાની ઇચ્છા થઇ ન હતી.માત્ર દોઢ કલાક પહેલા ગોઝારી દુર્ઘટના સ્થળેથી નિકળી ગયેલા વિજયભાઇએ કરેલી ફરિયાદને ખરેખર ગંભીરતાથી લેવામાં આવી હોત તો કદાચ દુર્ઘટનાને અતિ ગંભીર બનતા અટકાવી શકાઇ હોત, આ તમામ બાબતોની ઉંડાણપૂર્વકની તપાસ થવી જોઇએ એવું તમામ લોકો ઇચ્છી રહ્યા છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.