રોહિત શર્માના આલીશાન ઘરની કિંમત જાણશો તો રહી જશો દંગ ! જુઓ આ ભવ્ય અને સુંદર ઘરની તસવીરો…
ભારતના જાણીતા અને ખુબજ લોકપ્રિય ક્રિકેટર રોહિત શર્માને તો તમે બધા જાણતાજ હશો. જે દેશના અમીર ક્રિકેટરો માના એક છે. તેમને લોકો હીટમેનનાં નામ થી ઓળખે છે. જેમ તેનું નામ છે તેવુજ તેનું કરિયર પણ ખુબજ સુંદર છે તેમણે જીવનમાં ખુબજ મહેનત અને સંઘર્ષ કરી આ મુકામ હાંસિલ કર્યું છે. તેમજ તેમની પત્ની પણ કોઈ હિરોઈન થી ઓછી નથી તેમની પણ ફેન ફોલોવિંગ ખુબજ જોવા મળે છે. તેમજ રીતિકા સજ્દેહ ઘણીવાર તેમની લાઈફસ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે. અને તેમની દીકરી સમાયરાની તસવીરો પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચા માં રહે છે.
સપનાનાં શહેર એટલેકે મુંબઈ સાથે જોડાયેલી ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માનું ઘર મુંબઈમાં જ છે. તેઓ મોટા પણ મુંબઈ માં થયા તેમજ અભ્યાસ પણ મુંબઈમાં રહીને કર્યો અને અહ્યાજ તે ક્રિકેટમાં સામેલ થયા હતા. રોહિતનું નવું ઘર વર્લી વિસ્તારમાં આવેલું છે. જે આહુજા ટાવરનાં ૨૯માં માળે છે.
આ બિલ્ડીંગમાં ક્લબ હાઉસ અને મનોરંજન વિસ્તાર, તેમજ યોગ રૂમ, સ્પા સેન્ટર, મીની થીએટરની સુવિધાઓ છે. તેમજ મીડિયા રીપોર્ટસ અનુસાર રોહિત શર્માના ઘરની કિંમત આશરે ૩૦ કરોડ રૂપિયા છે તેઓએ આ ઘર વર્ષ ૨૦૧૫ માં ખરીદ્યું હતું.
તેમની પત્ની રીતિકા સજ્દેહ સાથે સગાઈ થયા બાદ રોહિતે આ ઘર ખરીદવાનું નક્કી કર્યું. તે પહેલા તે બોરીવલીમાં રહેતા હતા. રોહિત શર્માનું આ ઘર ૬૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ ૪ બી એચ કે ફ્લેટમાં ઘર માટે જરૂરી તમામ સુવિધાઓ છે. આ ઘર મુંબઈમાં સૌથી મોંઘા ઘરો માનું એક ઘર છે. તેમજ રોહિત અને રીતીકાએ મળીને આ ઘરનું આયોજન કર્યું હતું.
તેમજ તેમના લીવીંગ રૂમનો વિસ્તાર આશરે ૭૫૦ ચોરસ ફૂટ જેટલો છે. તેમજ સમગ્ર ઘર પોતાની એક અલગજ સુંદરતામાં નજર આવે છે અને સાથે ઘર ખુબજ શાનદાર અને ભવ્ય જોવા મળી રહ્યું છે. અને બાલકની માં દીવાલ માટે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જ્યાંથી ૨૭૦ ડીગ્રી વ્યુ પણ ઉપલભ્ધ છે.
આ ઘરની ડીઝાઈન પ્રખ્યાત સિંગાપોર ઇન્ટીરીયર ડીઝાઈનર કંપની ‘પાલ્મર એન્ડ ટર્નર આર્કિટેક્ચર્સ’ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘરનું ફીનીશીંગ એટલું અદભુત છે કે કોઈ તેને જોઇને પ્રશ્ન કરી શકેજ નહિ. આમ રોહિત અને રીતીકાએ તેમની પસંદ અનુસાર ઘરના દરેક ખૂણાને ડીઝાઈન કરાવ્યા છે. એટલુંજ નહિ તેમના વોશરૂમને પણ ખુબજ સુંદર રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે.