તક્ષશિલા અગ્નિકાંડ મા 15 બાળકો ના જીવ બચાવનાર આ યુવાન ની આજે હાલત જોશો તો આંખ મા આસુ આવી જશે! સાચા હીરા ની કદર…

તક્ષશિલા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ, નર્સિંગ હોમ અને ટ્યુશન ક્લાસ અને ફેશન ઇન્સ્ટિટ્યૂટ છે. ત્રણ વર્ષ પહેલા બીજા માળે આવેલા ટ્યુશન ક્લાસમાં શોર્ટ સર્કિટના કારણે શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. હાજર લોકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરે તે પહેલા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ અને ધુમાડો ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાઈ જતાં કોમ્પલેક્ષમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા અહીંથી ત્યાં ભાગવા લાગ્યા હતા.

જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના 25 વર્ષીય ડિરેક્ટર જતીન નાકરાણી ત્યાં હાજર હતા. તેણે તરત જ વર્ગ ખાલી કરી દીધો અને પાંચ બાળકોને બચાવ્યા. વધુ  બાળકોને બચાવવા તે ઉપરના માળે પહોંચી ગયા હતા. એમ કુલ એમને 15 બાળકોને બચાવ્યા હતા પણ અંતે તેઓ જયારે આગની લપેટથી બચીને કુદકો મારવા ગયા ત્યારે  તેમના માથા, હાથ અને પાંસળીમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

જો કે તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આજે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાના ત્રણ વર્ષ પછી તેઓ બેઠા તો થયા છે પરંતુ આજે પણ તેમની આંખનું વિઝન હજુ સુધી કલિયર નથી, તેમને દરેક વસ્તુઓ બે-બે દેખાય છે.

શારીરિક અને આર્થિક એમ બંને રૂપે જતીન નાકરાણી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના પિતાએ જણાવ્યું હતું કે જતીન ભાઈએ તક્ષશિલામાં બીજા માળે ઇન્સ્ટિટયૂટ શરૂ કરવા માટે ઘર પર 20 વર્ષ માટે લોન લીધી હતી અને જેની ચુકવણી એ લોકો કરી શક્ય નહતા જેથી એમને એ ઘર ખાલી કરવાની નોટીસ મળી છે. એ પહેલા પણ એક વખત નોટીસ આવી હતી અને ઘર સીલ કરાયું હતું પણ મીનીસ્ટર હર્ષ સંઘવીએ તેમની મદદ કરી હતી. હવે તક્ષશિલા અગ્નિકાંડને ત્રણ વર્ષ પુરા થયા ત્યારે આજે જતીન જીવતા છે પણ કશું કરી શકે તેવી હાલતમાં નથી અને ફરી એક વખત બેંક દ્વારા ઘર ખાલી કરવાની નોટીસ મળી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *