કિલ્લા અને મહેલની મજા લેવી હોય તો રાજસ્થાન જવાની જરુર નથી ! ગુજરાત ની આ જગ્યા પર પહોંચી જાવ…રાજાશાહી વખત ની ચીજ વસ્તુઓ પણ જોવા મળશે
જો વાત ગુજરાત અને તેના લોકોની કરવામાં આવે તો તેઓ ખાણીપીણી થી લઈને હરવા ફરવાનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે. અને ગુજરાતની ફરવા લાયક સારામાં સારી જગ્યાએ જતા હોઈ છે. અને તે જગ્યાનો અનેરો આનંદ માણતા હોઈ. તેવામ આજે તમને એક તેવાજ ખુબજ રોચક અને રસપ્રદ કહાની ધરાવતા એવા સુંદર સ્થળની મુલાકાત કરાવીશું.
તમને જણાવીએ તો પ્રાચીન સમયમાં જૂનાગઢને રૈવત નગરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. જે કિલ્લાના પથ્થરોમાં વાયરા પણ પ્રાણ પૂરી ઇતિહાસને અમર રાખતા આવ્યા છે એવા અડીખમ ઉપરકોટના કિલ્લાનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે કંસના પિતા અને હિન્દુ ચક્રવર્તી રાજા ઉગ્રસેને કરાવ્યું હતું. એવું ઇતિહાસમાં વર્ણવાયેલું છે તો વળી તમે જીવનમાં એક વખત જુનાગઢના આ ઉપરકોટના કિલ્લાની મુલાકત જરૂર લેજો.આમ જ્યારે જ્યારે પણ દુશ્મનો જ્યારે કિલ્લા પર હુમલો કરતા હતા ત્યારે અહીંનું સૈન્ય અને તોપો કિલ્લાને બચાવતી હતી. આ કિલ્લા પર અનેક વખત હિન્દુ અને મુસ્લિમ રાજાઓએ ચડાઈ કરી હતી
તેમજ આ સાથે જણાવીએ તો આ કિલ્લાનાં ઘણાં વર્ષો વીતતાં રિનોવેશન માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કરી જૂનાગઢ આવતા પ્રવાસીઓને અલગ ભેટ આપી છે. તો વળી ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ કિલ્લો બૌદ્ધ ધર્મના સ્થાપન પહેલાં બનાવવામાં આવ્યો હશે તેવું પણ માનવામાં આવે છે. અડી-કડી વાવ અને નવઘણ કૂવા વિશે તો એવું કહેવામાં આવે છે કે, ‘અડી-કડી વાવ અને નવઘણ કૂવો જેણે નથી જોયો તે જીવતો મૂવો.’
તેમજ જૂનાગઢના આ કિલ્લામાં દરવાજા પર તોપ પણ રાખવામાં આવતી તેમજ રિનોવેશનના ખોદકામ દરમિયાન 22થી વધુ તોપો મળી આવી છે. ત્યારે હવે કિલ્લા પર આ તોપોનો વધુ આકર્ષિત નઝારો જોવા મળશે. પહેલાં યુદ્ધ સમયે આ કિલ્લા પરથી તોપ ચલાવવામાં આવતી જે જૂનાગઢના નવાબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તેમજ આ ઉપરકોટ કિલ્લાની અંદર અડી-કડી વાવ આવેલી છે. 172 પગથિયાથી બનેલી આ વાવ કિલ્લાનો ઈતિહાસ જાણવા આતુર કરે છે. અડી-કડી વાવ ચાર પ્રકારની હોય છે, જે તેનાં પગથિયાં પરથી નક્કી કરવામાં આવે છે. વાવમાં ઉપરથી ઊતરી શકાય એ પ્રકારનાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. અડી-કડી વાવની અંદર જયા, વિજયા, ભદ્રા અને નંદા એમ ચાર પ્રકારની વાવ તેનાં પગથિયા પરથી નક્કી થાય છે.
આ સાથે આ કિલ્લામાં જુમ્મા મસ્જિદ 44.25 મીટર પહોળાઈ અને 43.75 મીટર લંબાઈ ધરાવતી એવી લગભગ લાંબી-પાતળી ચોરસ આકારની ઈમારત છે. આ ઈમારતના ચારે ખૂણે ઉચ્ચા ચાર મિનારા છે. તેની દીવાલ પર આવેલ કલાત્મક કોતરણીઓના કારણે તે ઇસ્લામી સ્થાપત્ય હોવાનું જણાઈ આવે છે. આ ઇમારતના બાંધકામ અને કોતરણી જોતાં આશરે 15મી સદીની આ ઇમારત બની હોય તેવું જણાઈ આવે છે.
આમ આ કિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી અને ખૂબ સારી રીતે રિનોવેશન કરાયું છે. કિલ્લાના ખોદકામ દરમિયાન ઘણી વસ્તુઓ પણ મળી છે. જેમાં 22 તોપો જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ વૃદ્ધો અને અશક્તો માટે ચાલીને જવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્યપ્રકાશ સંચાલિત વાહનો પ્રવાસીઓ માટે રાખવામાં આવ્યાં છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો