જો તમારા દાંત પણ પીળા હોય તો અપનાવો આ ઘરેલું નુસખો ! એક દમ ચમકદાર સફેદ અને…

ઘણી વાર લોકો  જલ્દી જલ્દીમાં પોતાના સ્વાસ્થ નું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે. લોકો ના ભાગદોડ વાળા જીવન માં તેઓ બ્રશ સરખી રીતે કરી સકતા નથી જેના કારણે તેઓ ના દાંત પીળા થઇ જતા હોય છે જે હસતી વખતે લોકો ને બતાઈ આવે છે અને આપણને સરમ અનુભવી પડે છે. આપણે રોજ ખોરાક માં અનેક વસ્તુ ખાતા હોય છે જેમાની ઘણી વસ્તુ દાંત ને  નુકશાન કરતા પણ હોય છે અને ખાવામાં ધ્યાન ના આપવાના કારણે દાંત પીળા પડી જતા હોય છે.

આવામાં તમારા ઘરમાં એવી અનેક વસ્તુઓ જોવા મળતી હોય છે. જે આપની આ  સમસ્યા ને છુટકારો આપવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં પીળા દાંત ને સફેદ કરવાના થોડાક ઉપાયો રજુ કરવામાં આવ્યા છે. જો તમને પણ પીળા દાંત ના કારણે હસવામાં મુશ્કેલ ઉભી થાય છે. અને લોકો ની સામે મો ખોલવામાં શરમ આવતી હોય છે. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આવો જાણ્યે થોડી એવી બાબતો વિષે જે તમારા દાંત ને ચમકીલા બનાવશે.

દરરોજ બ્રશ કરવું : દેશમાં અનેક લોકો જોવા મળે છે જે પોતાની અનુકુળતા અનુસાર દરેક કામ કરતા જોવા મળતા હોય છે.એમાં ઘણા લોકો એવા હોય છે જે જાગી ને તરત જ બ્રશ કરી સ્નાન કરીને ચા નાસ્તા નું સેવન કરતા હોય છે તો ઘણા લોકો બ્રશ કર્યા વગર જ ચા અને નાસ્તો કરવાની ટેવ રાખતા હોય છે. લોકો  સવારે જાગી ને ચા ની સાથે બીસ્કીટ નું સેવન કરતા હોય છે  જેનાથી દાંત માં સડો થઇ સકે છે. એટલા માટે હમેશા સવારે ઉઠતા ની સાથે જ બ્રશ કરવું જોઈએ જેનાથી તમારા દાંત પીળા નહિ રહે.

લવિંગ ના ચૂર્ણ નો વપરાશ કરવો : દરેક ભારતીય ના રસોડામાં વપરાતી દરેક વસ્તુ કોઈ ના કોઈ ઔષધીય ગુણ ધરાવતા હોય છે જેમનું એક લવિંગ પણ ગણવામાં આવે છે.  આમ તો લવિંગ નો ઉપયોગ ભોજન બનાવામાં થતો હોય છે પરંતુ તેની સાથે જ લવિંગ ને આપણે આપણા સ્વાસ્થ માટે પણ ઉપયોગ માં લઇ સક્યે છીએ. પીળા થયેલા દાંતો  ને લવિંગ ના પાવડર થી સફેદ કરી સકાય છે. એના માટે તમારે જૈતુર ના તેલમાં લવિંગ નો પાવડર મેળવીને  પીળા રંગ નું ટૂથપેસ્ટ બનવાનું છે આ પેસ્ટ ગંધ અને બેક્ટેરિયા ને ઓછા કરવાનું કામ પણ કરે છે.

લીંબુ નો રસ નો ઉપયોગ : લીંબુ ની તો વાત જ ના કરી કારણક કે લીંબુ આપણા જીવનમાં અનેક રીતે  ઉપયોગી ગણાય છે તે સ્વસ્થ માટે તો લાભકારી છે જ પરંતુ સાથે આપણા દાત ને માટે પણ મદદરૂપ બની સકે છે.સુ તમે જાણો છો કે લીંબુ નો રસ પણ તમારી સમસ્યા નું રામબાણ ઈલાજ કરી સકે છે. તે તમારા પીળા  દાંત ને સફેદ કરવાની શક્તિ ધરાવે છે. એના માટે તમારે લીંબુ ના રસ માં સરસો નું તેલ અને મીઠું ભેળવી પેસ્ટ બનાવી લેવાની છે. અને આનાથી બ્રશ કરવામાં આવે તો તમારા પીળા થયેલા દાંત સફેદ થઇ જશે.

સફરજન પણ ઉપયોગી : સફરજનનો ઉપયોગ નાના બાળકો થી લઇ મોટા વૃધ્ધો પણ કરતા હોય છે તે શરીર ને તાકાત આપે છે . આજ કાલ  તો સફરજનના અનેક ઉપયોગ જાણવા મળ્યા છે જેમાં સફરજન નું વિનેગર પણ જોવા મળ્યું છે જે  સફરજનની ખામી થવા દેતું નથી અને તેને અનેક વાનગી બનાવામાં ઉપયોગ કરી સક્યે છીએ. સફરજન વિનેગર પણ પીળા દાંત ને સફેદ કરવામાં ઉપયોગી સાબિત થયા છે. આ માટે તમારે એક કપ પાણીમાં અડધી ચમચી એપલ સાઈદર  વિનેગર મિકસ કરવું પડશે. આનાથી તમારે હળવાશથી બ્રશ કરવાનું રહેશે ,આમ કરવાથી તમારા દાંતની પીળાશ જલ્દી દુર રહશે અને તમારા દાંત સુંદર અને ચમકદાર બનશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *