મહિલાઓને રોજગારી અને સેવાનું કાર્ય કરતા ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે થયું નિધન!… જાણો તેમના વિશે

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક મૃત્યુની ઘટના સામે આવી રહી છે જેમાં સેવા સંસ્થાના સ્થાપક અને રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન. તેમજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.

વાત કરીએ તો તેઓ છેલ્લા ઘણાં સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. નોંધનીય છે, રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા હતા. તેમને 1977માં રેમન મેગ્સેસે એવોર્ડ, વર્ષ 1986માં રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર અને પદ્મભૂષણ જેવા પુરસ્કારો મળ્યા હતા. તેમણે મહિલાઓની રોજગારી માટે પણ અનેક કાર્યો કર્યા હતા. ઈલાબેન ( SEWA) સેવા સંસ્થાના સ્થાપક હતા. ગાંધીવાદી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર ઇલાબેન ભટ્ટનું નિધન થયું ચે. 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.

આમ તેઓ છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું.આમ તમને જણાવી તો તેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1933માં થયો હતો. એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ હતા. તેમણે 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્થા સ્થાપી હતી. તેઓ 1972થી 1996 સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા.

તેઓ કાયદાના સ્નાતક છે અને આંતરરાષ્ટ્રીય મજૂર , સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ, સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં. આમ જો ઇલાબેન ભટ્ટના કાર્યની જો વાત કરવામાં આવે તો તેઓએ સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઇલાબહેન દ્વારા દેશમાં અનેક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ હતી.

જેનાથી લાખો મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા તેઓએ અદા કરી હતી. તેમની માતાનું નામ માતા વનલીલા વ્યાસ અને પિતાનું નામ સુમંતરાય ભટ્ટ હતું. પિતા સુમંતરાય ભટ્ટ એક વકીલ હતા જ્યારે તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેઓની કુલ ત્રણ પુત્રીઓમાંથી ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમાંકે હતાં. હાલમાં તેઓ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. વર્ષ 1956માં તેમના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *