જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની મહત્વની આગાહી! કહ્યું કે ‘ શનિવારથી સૌરાષ્ટ્રમાં…જાણો વિગતે
હાલ હવે ચોમાસાની ઋતુના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને આને ઘણા રાજ્યોમાં તો વરસાદની સીઝન પણ પુરી થઈ ગઈ છે. આમ હવે ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે નહિ. અને તેવામાજ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ સંપૂર્ણ પાછુ ખેંચાઈ ગયું. આવો તમને વિગતે પુરી આગાહી જણાવીએ.
વાત કરીએ તો તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસુ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાંથી સંપૂર્ણપણે પાછુ ખેંચાઈ ગયું છે. મધ્ય ગુજરાતના અમુક ભાગ તથા દક્ષિણ ગુજરાતનાં ઘણાખરા ભાગમાંથી હજુ વિદાય બાકી છે. ગુજરાતની આ સ્થિતિ વચ્ચે મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયુ છે અને તેને આનુસાંગિક અપરએર સાયક્લોનિક સરક્યુલેશન 5.6 કિલોમીટરના લેવલે છે અને તેનો ઝુકાવ દક્ષિણ-પશ્ચિમ તરફ છે.
આમ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે.
તેને સંલગ્ન અપરએર સાયક્લોનિક સરક્યુલેસનનો ટ્રફ બાંગ્લાદેશ સુધી પહોંચે છે. લો-પ્રેસર સિસ્ટમ આંધપ્રદેશ પર આવશે એટલે બહોળુ સરક્યુલેશન છવાશે અને ઉતરીય ભાગોમાં અસરકર્તા હશે. પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉતરાખંડ તથા નેપાળમાં ભારે વરસાદ વરસાવશે. આંધ્રપ્રદેશથી મધ્યપ્રદેશ સુધીના તેલંગાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ વરસાદ થશે. એક વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ ઉત્તરીય પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન પર 3.1 કિલોમીટરના લેવલે છે. તેને સંલગ્ન 5.8 કિલોમીટરના ટ્રફની ધરી 59 ડીગ્રી પૂર્વ અને 30 ડીગ્રી ઉતર પર છે.
આમ આ સાથે જણાવીએ તો તા. 4 થી 10 ઓક્ટોબરની આગાહીમાં અશોકભાઈ પટેલે કહ્યું કે ચોમાસાએ જ્યાંથી વિદાય લઇ લીધી છે તેવા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણ સ્વચ્છ રહેશે. અમુક દિવસ એકલદોકલ વિસ્તારમાં માવઠારુપી છાંટાછૂટી શક્ય છે. 8મી ઓક્ટોબરથી આ વિસ્તારોમાં તાપમાન વધવા લાગશે. અત્યારે નોર્મલ તાપમાન 35 ડીગ્રી છે તેમાં 2 ડીગ્રી જેટલો વધારો થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાકી છે જ્યાં વિક-એન્ડમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શક્યતા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.