24 કલાકમાં આ ગરીબ પરીવાર અબજોપતિ બની ગયો, પરંતુ થોડીવાર મા જ થયુ એવું કે ફરી કંગાલ…

હાલમાં કેટલાય રૂપિયાને લીધે અજીબ કિસ્સા જોવા મળે છે.જેમાં લોકો પોતાના બ્લેક મનીને સંતાડવા માટે અને સરકારથી છૂપાવવા માટે અનેક માર્ગો અપનાવી ભોળા માસૂમ અને મજૂર લોકોના ખાતામાં આ પૈસા જમા કરતા હોય છે અને પોતાનો ગુનો છુપાવતા હોય છે. આ અંગે બિચારા ગરીબ મજૂરી કરતા લોકોને જાણ પણ હોતી નથી અને જ્યારે જાણ થાય ત્યારે તેઓ અનેક સપના સેવી લેતા હોય છે પરંતુ બેંકના લોકો આવા ગરીબ લોકોને ફ્રોડનો શિકાર બનતા બચાવી લેતા હોય છે .હાલમાં એક એવો અજીબ કિસ્સો પૈસાને લઈને સામે આવ્યો છે કે જેમાં એક મજુર વ્યક્તિ રાતોરાત અબજો પતિ બની જાય છે પરંતુ બીજી સવારે પાછો કંગાળ જોવા મળે છે .

આ કેસમાં કનનોજ ના એક ઈંટની ભઠ્ઠી માં કામ કરતા મજૂર વ્યક્તિના ખાતામાં ૩૧ અરબ રૂપિયા અચાનક આવી ગયા હતા.આ વાત જાણીને મજદુરને પણ વિશ્વાસ નહોતો આવતો.તે એટલો બધો ખુશ થઈ ગયો હતો કે આખા ગામમાં શોર મચાવ્યો હતો.પત્ની પણ ઘરેણાં અને ગાડી બંગલો લેવાના સપના પણ જોવા લાગી હતી.ખુશી એટલી મોટી હતી કે તે મજુરના પરિવાર આખી રાત ઊંઘ આવી નહિ.જ્યારે સોમવારે સવારે મજૂર તેની બેંક ઓફ ઈન્ડિયા માં ખાતું ચેક કરાવવા ગયો ત્યારે તેની ખુશી ઉદાસીમાં છવાઈ ગઈ.તેને જાણવા મળ્યું કે તેને મળેલા તમામ રૂપિયા પાછા જતા રહ્યા છે.હવે તેના ખાતામાં માત્ર ૧૨૬ રૂપિયા વધ્યા છે.

છીબરામઉ ના કમાલપુર ગામના નિવાસી ૪૫ વર્ષના બિહારીલાલ એક મજુર છે. જે રાજસ્થાન ના એક ઈટની ભટ્ટી માં ઇટને પક્કવાનું કામ કરે છે.તેઓ એકદિવસ ના ૭૦૦ અને મહિનામાં ૨૦૦૦૦ રૂપિયા કમાઈ લે છે.વરસાદના મોસમ માં આ કામ બંધ હોવાથી તેઓ પોતાના ગામ જતાં રહે છે.બિહારીલાલ આ ઘટના અંગે માહિતી આપી છે કે રવિવારે મારે પૈસાની જરૂર હતી અને બેંક બંધ હતી આથી હું મારા ગામના બેંકના મિત્ર પાસે પૈસા ઉપાડવા ગયો. ત્યારે માતા બેંક મિત્ર એ ખાતું ચેક કર્યું તો તેના હોશ ઊડી ગયા.ઓછામાં ઓછું તેણે ત્રણ વાર મારું ખાતું ચેક કર્યું.

ત્યાર પછી તેણે જણાવ્યું કે મારા ખાતામાં ૩૧ અરબ રૂપિયા આવ્યા છે.આ જાણી મને વિશ્વાસ આવ્યો નથી આથી તેને મને બેંક સ્લીપ પણ કાઢી આપી.જ્યારે મે તે સમયે ૧૦૦૦૦ રૂપિયા કાઢવા કહું તો ત્યારે પૈસા નીકળ્યા નહિ.આમ છતાં આ વાત જાણી હું એટલો બધો ખુશ થઇ ગયો કે મે આ વાત આખા ગામ માં જઈને કહી .ખાતામાં ૩૧ અરબ રૂપિયાની વાત જાણીને પત્ની પણ ખુશ થઈ ગઈ હતી અને પરિવારના લોકોને રાત્રે ઊંઘ આવી નહોતી. સોમવારે સવારે જ્યારે હું બેંકમાં ગયો તો ત્યાં બહુ ભીડ જામી હતી.એટલે હું બેંકમાં ખાતું ચેક કરાવવા ગયો નહિ અને સાંજે બેંક મિત્ર પાસે જ્યારે ફરી ખાતું ચેક કરાવ્યું તો ત્યારે આવેલા તમામ પૈસા પાછા જતા રહ્યા હતા.અને ફરી હું મારું ખાતું ચેક કરાવવા માટે બેંકમાં જઈશ.

જ્યારે બિહારીલાલ ની પત્ની ને આ અંગે જાણ થઈ તો તે દુઃખી થઈ ગઈ ને તે આ ઘટના અંગે જણાવે છે કે જ્યારે મને ખબર પડી કે અમારી પાસે આટલા બધા રૂપિયા આવી ગયા છે તો મે સૌથી પહેલા એક નવું ઘર લેવાનું નક્કી કર્યુ હતું.દીકરી મોટી થી ગઈ આથી તેના લગ્ન કરાવી દેવ. અને દીકરાને સારા કામ ધંધામાં લગાવી દઈશ. પરંતુ બીજા જ દિવસે આ સપનું તુટી ગયું.તેના પતિ છેલ્લા ૨૦ વર્ષથી મજૂરી કરવા માટે રાજ્સ્થાન જાય છે.અને ખાવા પીવાના બહુ શોખીન છે.

અને હું ઘરે મારા ૫ દીકરી અને ૨ દીકરા સાથે રહી છું જેમાં દીકરો મોટો છે તે કોઈ કામ કરતો નથી આથી ઘણીવાર તો અમારે ભૂખ્યા જ સૂવું પડે છે.આજ કારણે હું આ સપનું જોવા લાગી હતી.આમ ખાતામાં ૩૧ અરબ રૂપિયા આવવથી બિહારીલાલ નું ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે.અને હવે તેમાંથી થોડા રૂપિયા પણ કપાઈ રહ્યા છે. બિહારીલાલ જણાવે છે કે મારા ખાતામાં રૂપિયા આવ્યા હતા તો તેમાંથી થોડા મને પણ આપવા હતા.આ વાત હું બેંક અધિકારીને અવશ્ય પૂછીશ.

બેંક ઓફ ઇન્ડિયા ના બેંક મેનેજર વિરેશચંદ્ર પાલ જણાવે છે કે આ એક ભ્રમિક ખબર છે .મે તેનું ખાતું ચેક કર્યું છે.તેના ખાતામાં માત્ર ૧૨૬ રૂપિયા છે . બિહારીલાલ ને ભ્રમિત કરી બેંકને વિરૂદ્ધ અફવા ફેલાવવામાં આવી છે.તેની જે બેંક સ્લીપ છે તે ખોટી છે. તે બેંક મિત્રની ભૂલ છે જેનું નામ વિનય કુમાર છે તેના વિરૂદ્ધ અમે કાર્યવાહી કરીશું. બિહારીલાલ ના ખાતામાં ગયા દિવસોમાં માત્ર ૨૦૦૦ રૂપિયા જ આવ્યા છે જે પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ના આવેલા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.