અમરેલીમાં ૨૫ મિનીટમાં પડ્યો પોણા ઇંચ વરસાદ વીજળી પણ થઇ ગુલ ! અને હવામાન વિભાગે જણાવ્યું કે અગામી ૫ દિવસો સુધી…

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ. તેવામાં હવામાન વિભાગે કરી ૫ દિવસની મોટી આગાહી આવો તમને જણાવ્યે.

હાલ અમરેલી જીલ્લામાં છુટ્ટો છવાયો વરસાદ સતત પડી રહ્યો છે જેના લીધે સમગ્ર અમરેલી જીલ્લામાં  ખુબજ વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ વાત કરીએ તો આજે મોડી રાત્રે લાઠી શહેરમાં ૨૫ મિનીટમાં પોણા ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેર અને મેઈન બજાર સહિતની સોસાયટી વિસ્તારમાં પાની ભરાયા હતા. તેમજ વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.

તેમજ અન્ય શહેરની વાત કરીએ તો સવારના ૪ થી ૫ વાગ્યા વચ્ચે રાજુલામાં વરસાદ વરસ્યો હતો. તેમજ તમે જાણોજ છો કે ચોમાસાની ઋતુમાં વીજળીનો પ્રોબ્લમ ખાસ જોવા મળતો હોઈ છે. તેવીજ રીતે વીજળી ગુલ થવાના કારણે લોકો વધુ પરેશાન હતા. તે ઉપરાંત ગ્રામ વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૪ જુનથી ૩૦ જુન સુધી વરસાદ વરસવાની ખુબજ સંભાવના છે.

ખાસ કરીને સુરત, તાપી, ગાંધીનગર, દાદરા નાગર હવેલી, દમણ, નવસારી જેવા શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતમાં અને સોંરાષ્ટ્રમાં કેટલાક જીલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરવામ આવી છે. આમ આગામી ૫ દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. આગામી ૫ દિવસો માં ગુજરાતના દક્ષીણભામાં અને સૌરાષ્ટ્ર માં કેટલાક જીલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *