અમદાવાદમાં સ્કુટી લઈને નીકળેલ યુવક થોડી ક્ષણોની અંદર મોટા ભૂવામાં સ્કુટી સાથે ખાબક્યો ! અને પછી…

જેમ તમે જણોજ છો કે વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈ ને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યા, કે અકસ્માતના લીધે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. જોતેના નસીબ સારા હોઈ તો તે બચ્ચી પણ જતો હોઈ છે. હાલ એક ખુબજ ચોકાવનારી ઘટના સામી આવી રહી છે. જે જોઈ તમે પણ ગાડી ચલાવતા પહેલા આજુબાજુની જ્ગ્યાનીઓ જરૂર તપાસ કરશો. તો ચાલો તમને આ ઘટના વિષે વિસ્તારમાં માહિતી જણાવીએ.

આ ઘટના અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર બની છે. જ્યાં એક સ્કુટી ચાલક યુવાન જયારે તેની સ્કુટી લયને નીકળે છે તો અચાનક તેની સ્કુટીનું પાછળનું ટાયર જમીનમાં ફસાઈ જાય છે. અને વિશાળ ભૂવો પડતા સ્કુટી સાથે તે યુવક પણ અંદર પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો તરતજ તેને બચાવવા માટે ભેગા થઇ ગયા હતા. આમ તે જયારે ભૂવામાં પડ્યો ત્યારે તેને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યો. જોકે સદનસીબે યુવકને કોઈ પણ જાતની ઈજા થઈ નથી.

એકટીવા લઈને ભુવામાં પડતા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આ રીતે અચાનક ભૂવા પડતા હોવાના પગલે આવા કેટલાક વિસ્તારો છે જેમાં અચાનક જ પોલાણ સર્જાય છે અને ભૂવા પડે છે તેની જાણકારી મેળવવી જરૂરી છે. આ CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સરખેજના ફતેવાડી કેનાલ પાસે લબ્બેક પાર્ક નજીક એક યુવક એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઉતરી અને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો.

તેને બચાવવા આવેલા લોકો પણ ત્યાંથી દૂર થઈ ગયા હતા. જો કે ઘટનાને પગલે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. એક્ટિવા સાથે યુવક ભુવામાં પડતો હોવાના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.