સાડીની દુકાનમાં બે મહિલાએ એવી ગજબની કારીગરી કરી કે ઘડીકમાં સાડીઓ ગાયબ કરી દીધી…. જુવો વીડિયો
સોશિયલ મીડિયાની દુનિયામાં કોઈને કોઈ વિડિઓ લોકોમાં ચર્ચાનો વિષય બનેછે. સોશિયલ મીડિયા પર ઘણી વાર ચોરીના એવા એવા વિડિઓ વાયરલ થાય છે જેને જોઇને લોકો ચોંકી ઉઠે છે. ચોર એવી રીતે ચોરી કરતા હોય છે કે તેની ટેક્નિક જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. ચોરીના અજીબોગરીબ વીડિયો જોવા મળે છે. કેટલાક લોકો ચોરીની આવી જબરદસ્ત પદ્ધતિ અપનાવે છે. હાલમાં પણ એવો જ એક વિડિઓ વાયરલ થઇ ગયો છે જેને જોઇને તમે પણ વિચારમાં પડી જશો. હાલમાં વારલ થઇ રહેલો આ વિડિઓ મુંબઇના વસઇ શહેરનો છે.
સાડી જોવાના બહાને સાડીની દિવાલ
27મીએ શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ સઈના સ્ટેલા સંકુલમાં આવેલી સદગુરુની હેન્ડલૂમ સાડીની દુકાનમાં બે મહિલાઓ તેમની પુત્રીના લગ્ન માટે સાડીઓ ખરીદવા આવી હતી. સાડી પસંદ કરતી વખતે, ખૂબ જ ચતુરાઈથી, જ્યાં એક મહિલા સાડી જોવાના બહાને સાડીની દિવાલ બનાવે છે અને દુકાનદારનું ધ્યાન ન હોય ત્યારે અન્ય મહિલા આ સાડીઓની ચોરી કરે છે.
સાડી ખરીદ્યા વગર જ દુકાનમાંથી ચાલીને જતી રહી
વિડીઓમાં જોઇ શકાય છે કે, અન્ય મહિલા પોતાની સાડીની અંદર નવી સાડીને છુપાવી દે છે. બંને ઠગ મહિલાઓએ દુકાનદારને બે-ત્રણ વખત ઉલ્લુ બનાવીને 9 સિલ્કની પૈઠાણી સાડીઓની ચોરીને અંજામ આપ્યો હતો અને સાડી ખરીદ્યા વગર જ દુકાનમાંથી ચાલીને જતી રહી હતી.
પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી
બંને શાતિર મહિલાઓ દુકાન પર હાજર દુકાનના માલિક ચેતન ભટ્ટને ચકમો આપવામાં ભલે સફળ થઇ હોય, પરંતુ દુકાનની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાને ચકમો આપી ન શકી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાએ બે મહિલાઓની દરેક હિલચાલને બારીકાઈથી કેમેરામાં કેદ કરી લીધી છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરોની નજરની મદદથી ચેતન ભટ્ટે વસઈ માણેકપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
બે મહિલાએ કરી સાડીની ચોરી, સીસીટીવીમાં 'રંગેહાથ' ઝડપાઈ#ViralVideo #VasaiViralVideo #CCTV pic.twitter.com/7eQ3EQLfyA
— News18Gujarati (@News18Guj) May 28, 2022