અમદાવાદમાં ફરી હાઉસકીપિંગ કરનારને કર્મચારીને એરપોર્ટ ના ટોઈલેટ માથી 39 લાખ નુ સોનુ મળ્યુ ! સોનુ મળતા જ એવુ કર્યુ કે જાણી તમે પણ વિચાર મા પડી જશો..
મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી દેશના અને રાજ્યના એરપોર્ટ પર અવાર નવાર ડ્રગ્સ, સોનું વગેરેની હેર ફેરીના કિસ્સા ખુબજ વધી ગયા છે. લોકો વિદેશથી સોનું ખરીદે છે. કારણ કે વિદેશમાં ભારત કરતા ઓછો ટેકસ ઓછો લાગતો હોઈ છે. તેમજ જ્યારે ભારત તે વસ્તુઓ લાવવામાં આવે છે તો ભારતના કાયદા નિયમ પ્રમાણે ટેકસ દેવો પડતો હોઈ છે અને તે ટેકસ નાં દેવો પડે તે માટે લકો ચોરી છુપે સોનું લાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ કિસ્સો સામે આવી રહ્યો છે. જે સાંભળી તમે પણ વિચારમાં પડી જશે.
આ કિસ્સો અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી રહ્યો છે જ્યાં સાફસફાઇનું કામ કરતા સામાન્ય કર્મચારીને ટોઇલેટના ફ્લશમાંથી છ સોનાના બિસ્કીટ મળતા તેન કસ્ટમ્સને સુપરત કરી ફરજ પ્રત્યેની ઇમાનદારી નિભાવી હતી. એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ કર્મચારીને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. જોકે આ સફાઈકામ કરનારને સો સો સલામ છે કે જેણે ઈમાનદારી ભર્યું કામ કર્યું છે નહીંતર આજના સમયમાં કોઈ પણની ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે. આવો તમને આ કિસ્સાની વિગતે ચર્ચા કરીએ.
થયું એવું હતું કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટમાં ગયેલા એક પેસેન્જરથી ફ્લશ ચાલુ ન થતાં ત્યાં કામ કરી રહેલા સફાઈ કર્મચારી જિતેન્દ્ર સોલંકીને ફરિયાદ કરી હતી. જેના આધારે જિતેન્દ્રએ ટોઇલેટનો ફ્લશ ચેક કરતા દિવાલનો ફ્લશ દબાતો ન હતો. જેથી આ ફ્લશની પ્લેટ ખુલ્લી હોવાથી તેને ચેક કરતા તેમાં કંઈ વજનદાર વસ્તુ હોઈ તેવું તેને લાગ્યું હતું. આમ જે બાદ તેને ચેક કરતાં કાળી સેલોટેપમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ જોઈને જિતેન્દ્ર સીધો જ સુપરવાઇઝર પાસે પહોંચ્યાે હતો. અને તમામ હકીકત જણાવી દીધી હતી.
આમ જે બાદ તેમણે સેલોટેપ કાઢીને ચેક કરતાં 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 696 ગ્રામ થતું હતું. જ્યારે તે સોનાની કિંમત રૂ.39 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.જિતેન્દ્રએ જણાવ્યું કે ‘ઇમિગ્રેશન પહેલા આવેલા જેન્ટસ ટોઇલેટમાંથી સોનું મળ્યું તે પહેલાં જ કુવૈતની ફલાઇટ આવી હતી. જેના કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યું હોવાની આશંકા છે.’ એરપોર્ટના ટોઇલેટમાંથી અઠવાડિયામાં બીજી વખત સોનું મળ્યું છે. આમ આવા કિસ્સાઓ ભારતના ઘણા એરપોર્ટ પર અવાર નવાર જોવા માલ્ટા હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો