અમદાવાદમાં વૃદ્ધ દંપત્તિએ આપઘાત કરતા મહિલાનું થયું કરુણ મોત ! જ્યારે વૃદ્ધ દાદા… મરતા પહેલા ભત્રીજાને મેસજમાં કહ્યું કે, “અમે..

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક દંપતીએ આપઘાત કરતા વૃદ્ધ મહિલાનું મોત મીપજ્યું છે જ્યારે વૃદ્ધ દાદાની સારવાર ચાલી છે. આપઘાત કરતા પહેલા ભત્રીજાને ફોન પણ કર્યો હતો.આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાંથી સામે આવી રહી છે જ્યાં બી બ્લોકના સાતમા માળે રહેતાં કિરણભાઈ અને તેમનાં પત્ની ઉષાબેન લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એ સંદર્ભે તપાસ કરતાં ઉષાબેન કિરણભાઈ ભાઉ (ઉં.વ.69)નું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ તેમના પતિ 73 વર્ષીય કિરણભાઈ ગંભીર રીતે ઘાયલ હતા, તેમને સારવાર અર્થે એસજી હાઇવેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આમ દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ આ બનાવ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીએ પોતાના ગળા અને હાથના ભાગે નાઈફ વડે ઇજા પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે તેમના પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે બંનેએ પોતાના ભત્રીજાને એક મેસેજ કર્યો હતો કે ‘અમે સુસાઇડ કરીએ છીએ તેમ’ લખી જાણ કરી હતી. હાલ આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.તેમજ આ બનાવને આધારે તેમજ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વૃદ્ધ દંપતી પહેલાં અમેરિકા રહેતાં હતાં. ત્યાર બાદ તેઓ થોડા સમય પહેલાં પ્રહલાદનગર રહેવા આવ્યાં હતાં અને ચાર મહિનાથી ઓર્ચિડ એક્ઝોટિકામાં રહેતાં હતાં. બંને દાદા-દાદી એકલાં રહેતાં હતાં. તેમના પરિવારમાં હાલ કોણ છે? એ હજી પણ ખબર પડી નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *