અમદાવાદમાં વધુ એક પરિવાર આગમાં હોમાયો ! ઘરમાં સુતા હતા ત્યારે અચાનકજ આગ ભભૂકી ઉઠી અને પછી…

મિત્રો દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતની ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે. એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

હાલમાં જે ઘટના સામે આવી રહી છે તે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોની માંથી સામે આવી રહી છે જ્યાં મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાંજ મોતને ભેટી પડ્યા હતા.

આમ આ ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આમ જ્યારે આગની જાન થતા તરતજ તેની જાણ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આમ જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયરબ્રિગેડને મળી આવી હતી. તેમજ આ ઘટનાને પગલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસનો કાફલો તરતજ ઘટના સ્થળે પહીચી ગઈ હતી. આમ હવે એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *