અમદાવાદમાં યુવતીએ તેનાજ ફ્લેટના સાતમાં માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, કારણ એવુ હતું કે…વાંચો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવતીએ ફ્લેટના સાતમા માળેથી પડતું મૂક્યું. આવો તમને આ ઘટના સહીત કારણ પણ જણાવીએ.

આ ઘટના અમદાવાદમાંથી સામી આવી રહી છે. જ્યાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા ત્રાગડ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સવારે 7 વાગેની આસપાસ આ બનાવ બન્યો હતો. આપઘાતની આ ઘટના બનતા સોસાયટી અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તરતજ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી.

વાત કરીએ તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક યુવતી 30 વર્ષના આસરની પ્રિયંકા પરમાર હોવાની વિગત જાણવા મળી રહી છે.પ્રિયંકા પોતાની માતા અને બહેનો સાથે E બ્લોકમાં રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી પણ કરતી હતી. જોકે યુવતીને શારીરિક ખોડખાંપણ હતી જેમાં બાળપણમાં મૃતક યુવતીને પેટના ભાગે દાઝી જવાના કારણે દાજેલાના ડાઘ રહી ગયા હતા.

આમ જે બાબતોને લઇને તકલીફ હતી અને જેના કારણે લગ્ન પણ ન થયા હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનું પણ મનોમન ટાળી નાખ્યું હતું. પ્રિયંકા પરમારે અંતે કંટાળીને આત્મહત્યા કરી હોવાની વિગત જાણવા મળી રહી છે.ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ ધાબા પર કે ઘરમાંથી મળી નથી. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે અને હકીકત આજ કારણ છે કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ ચાંદેખાડા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યુવતીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો સહિતના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે.આ અંગે ચાંદખેડા પોલિસ અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.