અમદાવાદમાં પાઉંભાજીની લારી ચલાવતો વ્યક્તિ 58 ઓનેસ્ટનાં માલિક બન્યા! દુકાનના કચરા-પોતા કરતા…

જીવનમાં સફળતા એવી મેળવો કે, દુનિયા તમારી સફળતા ને પોતાની સફળતાનું કારણ બનાવે.હા આ વાત સત્ય છે. જીવનમાં એવા અનેક લોકો છે, જેમણે દિવસ રાત એક કરીને અથાગ પરિશ્રમ થકી જે હાંસિલ કર્યું છે, તે પહેલાં તેમના દિવસો પણ દુઃખ નાં જ હતા પરંતુ સુખ નો સૂરજ ત્યારે જ ઉગ્યો જ્યારે તેમને હોનેસ્ટ ચાલુ કરી.ગુજરાતનાં કોઈપણ માર્ગ લઈ લો તમને હોનેસ્ટ તો મળી જશે. હવે તમે વિચારશો કે આ હોનેસ્ટમાં શું ખાસ છે?

એક પાઉંભાજી માંથી શરૂ થયેલ રેસ્ટોરન્ટની સફળતા ની કહાની અનોખી છે.‘Honest’. અમદાવાદ જેવા મેટ્રો સિટી ના લૉ-ગાર્ડન નજીક એક નાની એવી લારી થી થયેલો Honest નો પ્રારંભ હાલ આજે અમેરિકા સહિત સમગ્ર વિશ્વભર મા ૫૫ રેસ્ટોરન્ટ ની સંખ્યા સુધી પહોંચી ગયો છે.વિજય ગુપ્તા ની અથાગ પરિશ્રમ નું આ પરિણામ છે. ઉત્તરપ્રદેશ થી આજીવિકા મેળવવા માટે ગુજરાત આવેલા પિતા રમેશ ગુપ્તાએ ભેળપુરી ની લારી ની શરૂઆત કરી હતી.

આ લારી ને હાલ કોલેજ ડ્રોપ-આઉટ વિજય ગુપ્તાએ પ્રખ્યાત બ્રાન્ડ બનાવી દીધી છે. આ ભવ્ય સફળતા પાછળ નું સૌથી વિશેષ કારણ જો કોઈ હોય તો તે એ છે કે, સામાન્ય વર્ગ ને ધ્યાન મા રાખી ને ફૂડ તૈયાર કરીએ છીએ. ચોપાટી ફૂડ એ જ હોનેસ્ટ નું ઓળખ બની. રોજગારી મેળવવા તથા આજીવિકા કમાવવા માટે જ રમેશભાઇ ગુપ્તા ગુજરાત સ્થળાંતરિત થયા હતા.ઉત્તરપ્રદેશ ના મથુરા પાસે ના પચેરા ગ્રામ્ય વિસ્તાર મા રમેશભાઇ નો પરિવાર ખેતી કરતો હતો.

રમેશભાઇએ અમદાવાદ ના રતનપોળ ના નાકે ચેતન ભેળપૂરી નામ થી લારી રાખી ને ધંધા ની શરૂઆત કરી. સ્વાદિષ્ટ વાનગીઓ નાં કારણે આસપાસ ના વિસ્તાર મા તથા લોકો મા તે પ્રખ્યાત બનીઅહીં નાસ્તો કરવા માટે આવતા જૈન વ્યાપારીઓ પાસે થી જ ધંધા ના ગુણો શિખ્યા. રતનપોળ થી આ બીઝનેસ ને સિટી મા કઈ રીતે લઇ જવો તે અંગે રમેશભાઈ વિચારી રહ્યા હતા. ૧૯૭૨ ના વર્ષ મા લો-ગાર્ડન પાસે શરૂ કરેલી લારી મા, ભેળ ની સાથે પાઉંભાજી બનાવવા નુ પણ શરૂ કર્યું. પારસી વ્યાપારી પાસે થી અંગત સલાહ લીધા બાદ આ બીઝનેસ નું નામ ચેતનમાં થી બદલી ને ઓનેસ્ટ રાખ્યું.

લો-ગાર્ડન પાસે શરૂ કરેલી ઓનેસ્ટ પાઉંભાજી માટે લોકો ઘરે માલ તૈયાર કરતા હતા. રમેશભાઇ તેમની પત્ની, તેમના ત્રણ પુત્રો તથા બે કારીગર સહિત સાત લોકો લારી પર કાર્ય કરતા હતા. લો-ગાર્ડન પર ની આ ઓનેસ્ટ પાઉંભાજી ની નાની એવી લારી એ ધીમે-ધીમે શહેર ના લોકો ને સ્વાદ નો ચસ્કો લગાવી દીધો. આ લારી મા ઓઈલ ના ૨૫ અને બટર ના ૬૫ પૈસા મા પાઉંભાજી વેચતા હતા અને રોજ નું ૬૦ રૂપિયા નું કાઉન્ટર થતું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *