અમદાવાદમાં પોલીસને લાશ પાસે જે મોબાઈલ મળ્યો તેના પર રિંગ વાગતા તરતજ પોલોસે આરોપીની ધરપકડ કરી જયારે બીજો આરોપી…

છેલ્લા ઘણાં સમય થી હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના મામલાઓ ખુબજ વધી રહયા છે તેવાંમાં વધુ એક હત્યાની ઘટના સામી આવી છે. જે જાણી તમે પણ ચોકી જશો. આ ઘટનામાં ઘરેલુ ઝઘડાને લીધે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તેમજ તેમાનો એક આરોપી પોલીસના હાથે ધરપકડ થઈ ગયો હતો. જ્યાંરે બીજા આરોપીઓની તપાસ શરૂ છે. ચાલો સમગ્ર ઘટના અંગે તમને જણાવીએ.

આ ઘટના અમદાવાદ વિસ્તારમાંથી સામી આવી છે. જ્યાં રખિયાલ વિસ્તારમાં મોડી સાંજે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. પારિવારિક ઝઘડામાં ચાર લોકોએ ભેગા મળી યુવક ની હત્યા કરતાં રખિયાલ પોલીસે ગુનો નોંધી એક આરોપી ની કરી ધરપકડ ફરાર આરોપી તપાસ હાથ ધરી છે. તેમજ રખિયાલ પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ વિષ્ણુ પ્રજાપતિ છે. આરોપી શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે…વસ્ત્રાલ રીંગ રોડ પર ઈડલી અને પકોડી ની લારી ચલાવે છે. આમ તો આરોપી અને મૃતક આનંદ પ્રજાપતિ એક સમાજ ના અને એક જ ગામ ના રહેવાસી છે. પારિવારિક ઝગડામાં આરોપી વિષ્ણુ અને તેના પારિવારિક ભાઈઓ એ ભેગા મળીને આનંદ ની હત્યા ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

આમ હત્યા અંગે ની જાણ રખિયાલ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ કરતા સ્થળ પરથી એક મોબાઈલ મળી આવ્યો હતો અને તે મોબાઈલ માં રીંગ વાગી રહી હતી. પોલીસે મોબાઈલ પર વાત કરતા યુવકે પોલીસને જણાવ્યું કે હું વસ્ત્રાલ વિસ્તારમાં રહું છું અને મારો મોબાઈલ ત્યાં પડી ગયો છે. પોલીસે ચાલાકી વાપરીને મોબાઈલ પર વાત યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

યુવક પોલીસ સ્ટેશન મોબાઈલ લેવા આવે તે પહેલા તો પોલીસને જાણ થઈ ગઈ કે આ મોબાઈલ અન્ય કોઈ નો નહીં પરંતુ આનંદની હત્યા કરનાર આરોપી વિષ્ણુનો છે.. અને આરોપીને પોલીસ સ્ટેશન આવતા ની સાથે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉતરી નાખ્યો હતો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *