અમદાવાદમાં રૂપિયા ૬૦ હજારનાં મામલે ત્રણ યુવકોએ જ્યારે ધમકી આપી છરી વડે હુમલો કર્યો, તેની વચ્ચે પડેલી બહેનનું કમકમાટી ભર્યું મોત જયારે ભાઈ…
હાલ દેશમાં અને રાજ્યમાં ખૂનનાં મામલો ખુબજ વધી રહ્યા છે તેની પાછળનું કારણ ઈર્ષા, ઝગડો કે ઘરના પ્રશ્નો હોઈ છે અને માથાકૂટ થતા લોકો એક બીજાની હત્યા કરવા પર ઉતરી આવતા હોઈ છે. હાલ એક તેવોજ કાળજું કંપાવીદે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ૬૦,૦૦૦ હજાર ઉઘરાવવા આવતા ત્રણ શખ્સો છરી દેખાડી ધમકી આપી એટલુજ નહિ જે યુવક પર હુમલો કરે છે. ત્યારે તેની બેન વચ્ચે આવતા તેને છરી વાગે છે અને ત્યાજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજે છે.
આ ઘટના અમદાવાદ શહેરમાંથી સામી આવી રહી છે જ્યાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓ ખુબજ વધી રહી છે. આ ઘટનાને વિસ્તારથી જણાવીએ તો શાહરૂખ તેના પિતા સાથે છૂટક મજૂરી કરતો હતો. આજથી પાંચ મહિના અગાઉ શાહરૂખે તેના મિત્રો આરિફ અને અફરમ તથા અબ્બાસ પાસેથી 1-1લાખ રૂપિયા લીધા હતા. જે પૈસા શાહરૂખે સગવડ થતા પાછા પણ આપી દીધા હતા. પરંતુ આરીફ,અફરમ અને અબ્બાસ તેની પાસેથી 60 હજાર રૂપિયા વધારે માંગી રહ્યા હતા.
જોકે તો પણ શાહરૂખ કાઈ પણ બોલાચાલી વગર શાંતિ પૂર્વક કીધું કે હું ટુકડે-ટુકડે આપી દઈશ. જો કે આમ છતાં ત્રણેય મિત્રો વધારાના પૈસા માટે પણ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. તેમજ આ ઘટનાના દિવસે શાહરૂખની બહેન પણ તેના સાસરેથી પિયરે આવી હતી. આમ ઘટનાના દિવસે સોમવારે રેહાના તેના ભાઈ અને માતા-પિતા સાથે બેસી વાતો કરી રહી હતી. અને અચાનક આ ત્રણેય મિત્રો તેના ઘરે ઉઘરાણી કરવા આવી જાઈ છે.
સાથે સાથે છરી પણ લાવે છે. અને તરતજ પૈસા આપવા માટે ધમકી આપી હતી. જોકે શાહરૂખે કહ્યું પણ હતું કે હું ટુકડે ટુકડે પૈસા આપી દઈશ. આમ છતાં ઘરમાં જઈને પૈસા માટે ત્રણેય શખ્સો શાહરૂખ પર છરી વડે હુમલો કરવા જતા હતા, ત્યારે શાહરુખની બહેન રેહાના વચ્ચે આવી જતા તેના છાતીના ભાગે છરી વાગી હતી. જેને પગલે રેહનાનું મોત થયું હતું. ત્રણેય મિત્રો છરી મારીને ત્યાંથી ભાગી ગયા હતા. અને જે પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.