અમરેલીમાં મહિલાએ ફ્લેટના ચોથા માળેથી કૂદકો મારી મોતને વ્હાલું કર્યું…. સ્યુસાઈડ નોટમાં જણાવ્યું કે ‘ પોલીસકર્મી સહીત આ…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક મહિલાએ તેનાજ ફ્લેટના ચોથા માળેથી કૂદકો મારી આપઘાત કર્યો. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ આપઘાત ની ઘટના અમરેલી માંથી સામે આવી રહી છે જ્યાં લાઠી રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદર નામની મહિલાએ ચોથા માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનો પીએમ માટે ખસેડી હતી. ત્યારબાદ આજે તેના ઘરમાંથી એક ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં એક પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિના ત્રાસના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પોલીસે સુસાઈડ નોટ મળી તેમાં જે નામનો ઉલ્લેખ કર્યો છે તેને લઈ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટની ખરાઈ માટે પોલીસ એક્સપર્ટની પણ મદદ મેળવી શકે છે. સુસાઈડ નોટમાં કોના કોના નામનો ઉલ્લેખ? મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા લખી હોવાની મનાતી સુસાઈડ નોટમાં પ્રિયંકા જોશી, અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ વ્યક્તિ તેની પાછળ પડી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કરશન બોદરે તેમની સાથે લગ્ન કર્યા બાદ શારીરિક માનસિક ત્રાસ આપ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આમ આ ઘટના બાદ સમગ્ર મામલે અમરેલી ઇન્ચાર્જ એસપી કે.જે.ચૌધરીનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આ ઘટનામાં સુસાઈડ નોટ મળી આવી છે. તે સુસાઈડ નોટ મામલે હાલ સીટી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આમ મામલે હાલ એક અચાનક અલગજ વળાંક આવી બેઠો છે. જેની શોધ આ સ્યુસાઈડ નોટ ધ્વરા પુરી થશે.