અમરેલીમાં એક બે નહીં પણ એક સાથે આઠ-આઠ સિંહો ગામમાં લટાર મારતા નજરે ચડ્યા… જુઓ વિડીયો
મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ છેલ્લા ઘણા સમયથી જંગલના જંગલી પ્રાણીઓ જેમ કે સિંહ, દીપડો, વગેરે ઘણી વખત શિકારની શોધમાં જંગલ માંથી બહાર આવી જતા હોઈ છે. અને જંગલની નજીકના ગામોમાં પશુ, પાલતુ પ્રાણી વગેરેનો શિકાર કરવા માટે આવી જતા હોઈ છે. તેવામાં હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં જંગલની નજીકના ગામમાં એક સાથે 8 સિંહ જોવા મળ્યા છે જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
તમને જણાવીએ તો આ કિસ્સો અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા ગામ માંથી સામે આવૈ રહ્યો છે જ્યાં એક સાથે આંઠ સિંહો ગામની અંદર આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તો વળી અમરેલી જિલ્લાની અંદર ખુલ્લેઆમ ફરતા સિંહો ઘણા સમયથી અલગ અલગ ગામમાં જોવા માલ્ટા હોઈ છે.
તો વળી આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે બાદ સમગ્ર ગામમાં સિંહોને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો રહ્યો છે. આમ વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે સિંહો દીવાલની ઉપર છલાંગ મારીને ભાગદોડ કરતા જોવા મળી રહ્યા હતા અને વારંવાર ગામની અંદર સિંહ આવી જવાની ઘટનાઓ બની રહી છે તેમજ આમ છતાં પણ વન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી પણ થઈ રહી નથી તેના કારણે ગામના લોકો પણ ખૂબ જ વધારે નારાજ થઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો