બનાસકાંઠામા ખેડુત ની દીકરી એ એવુ કામ કર્યુ કે આખા ગામ ને ફાયદો થાય છે ! નોકરી માથી સમય કાઢી…

મિત્રો તમે જાણોજ છો કે જીવન જીવવા માટે વ્યક્તિને ખોરાક ખાવો પડતો હોઈ છે. તે અનાજની પહેલા ખેતી કરવામાં આવતી હોઈ છે જે આપડા દેશના ખેડૂતો કરે છે. જે ખુબજ મોટી વાત છે. પરંતુ આજના સમયમાં પણ કેટલાક એવા ગામડાઓ છે જ્યા ખેતી કરવા માટે પાણીની સિંચાઈ ની મુશ્કેલીઓ જોવા મળતી હોઈ છે. તેવામાં ઘણાં લોકો એવા પણ હોઈ છે જે આવી મુશ્કેલીઓ દૂર કરવા ભગવાન બની પહોંચી જતા હોઈ છે. અને ખેડૂતોની ખેતીમાં મદદ કરતા હોઈ છે. હાલ એક તેવીજ મહિલા વિશે તમને જણાવીએ.

આ વાત બનાસકાંઠા જિલ્લામાંથી સામી આવી રહી છે જ્યાં પાણીના પોકાર વચ્ચે ખેડૂતોએ હવે પાણી માટે જળસંચય અભિયાન હાથ ધર્યું છે. ચોમાસા દરમિયાન વહી જતા પાણીને જમીનમાં ઉતારી જમીનમાં તળ ઊંચા આવે એ માટે જાત મહેનતથી પ્રયત્નો હાથ ધર્યા છે. એક મહિલા તલાટી કર્મચારી દ્વારા આ જળસંચય અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. હાલ આ જળસંચય અભિયાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. આ અભિયાનની શરૂઆત એક ખેડૂત પુત્રીએ કરી છે.

તેની વાત કરીએ તો બનાસકાંઠાના સેમોદ્રા ગામે તલાટીની નોકરી કરતી ખેડૂતપુત્રી હિરલ ચૌધરીએ ખેડૂતોની વેદના જોઈને મનોમન નક્કી કર્યું કે ગામડાંમાં ખેડૂતોની સિંચાઇના પાણીની સમસ્યા દૂર કરવા કંઈક કરવું જોઈએ. ત્યાર બાદ આજથી ચાર વર્ષ પહેલાં હિરલ ચૌધરીએ નોકરીના સમયમાંથી સમય કાઢીને ગામડાં ખૂંદવાનું શરૂ કર્યું. જિલ્લાના અનેક તાલુકાના ગામડાંમાં ફરીને હિરલ ચૌધરીએ જળસંચય અંગે ખેડૂતોને સમજાવ્યા અને એમાં એને સફળતા મળી. શરૂઆત એક-બે ખેડૂતથી થઈ જ્યાં જૂના કૂવામાં ચોમાસાનું પાણી ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. જે ખુબજ મોટી વાત છે. આમ ધીરે ધીરે હિરલ ચૌધરીએ વડગામ, પાલનપુર, દાંતીવાડા, લાખણી, ડીસા અને અમીરગઢ સહિતના તાલુકાઓમાં ખેડૂતો સાથે સંપર્ક કરી આ અભિયાન પર કામ કરતી રહી. આજે આ અભિયાનમાં બે હજાર જેટલા ખેડૂતો જોડાયા છે. એમાં ખેડૂતોએ પોતાના જૂના કૂવા અને જૂના બોરવેલમાં વરસાદી પાણી વાળવાનું શરુ કર્યું. આ અભિયાનમાં હિરલ ચૌધરીએ પાત્રતા ધરાવતા ખેડૂતોને મનરેગા યોજના હેઠળ લાભ પણ અપાવ્યો છે.

આ અંગે હિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણે દિવસે ને દિવસે જોઈએ છીએ કે પાણીના તળ બહુ ઊંડા જાય છે. ખેડૂતો પાસે જે ખેતીની જમીન હોય એમાં 80-90 ટકા જમીન પાણીના અભાવે પડતર પડી રહે છે અને માત્ર 10 ટકા જમીનમાં જ પિયત થાય છે, જેને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ઘણી જગ્યાએ ખેતરોમાં પશુપાલન માટે પાણીનાં ટેન્કરો લાવા પડતાં હોય છે. ઘણાં ગામડાંમાં હાલ પીવાનું પાણી પણ નથી મળતું. જો અત્યારથી જ આ સ્થિતિ હોય તો આગળ જઇને શું થશે? હિરલ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે પાણી માટે ઘણા ખેડૂતો આંદોલન પણ કરી ચૂક્યા છે. બનાસકાંઠાના સેમોદ્રા ગામમાં ખેડૂતોને બહુ તકલીફ પડતી હતી. એ જોઇને ચાર વર્ષ પહેલાં મેં આ અભિયાનની શરૂઆત કરી. મેં નોકરી, ઘર અને પરિવારને મેનેજ કરીને ગામડે ગામડે ફરીને ખેડૂતનો સમજાવ્યા, તેમને જળસંચય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. શરૂઆતમાં એક-બે ખેડૂતો માન્યા અને ત્યાર બાદ એક પછી એક ખેડૂતો માનતા ગયા. આજે આ અભિયાનમાં બે હજારથી વધારે ખેડૂતો જોડાયેલા છે.

આ અંગે ખેડૂત માવજીભાઇ લોહએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં દોઢસો ફૂટ નીચે પણ પથ્થર જ છે. તો બીજી તરફ સતત નીચા ઊતરતા જળસ્તરને કારણે પાણીની તંગી સર્જાય છે. ઓછા વરસાદને કારણે પાણીના તળ ઊંડા જતાં ખેતીમાં બહુ તકલીફ પડે છે. આંદોલન કરતાં મલાણા તળાવ ભરવા સરકારે બાંયધરી આપી છે. તો બીજી તરફ હિરલબેન આખા જિલ્લામાં ફરીને જળસંચય માટે ખેડૂતોને સમજાવી રહ્યાં છે. તેમણે અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. ગયા વર્ષે અમે 100 જેટલા કૂવા રિચાર્જ કર્યા એમાં હિરલબેનનો મહત્ત્વનો ફાળો રહેલો છે,

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *