ડાકોરમાં રણછોડરાય બતાવે છે પોતાના સતના પરચા ! એક ભક્તને આપ્યા હતા દર્શન અને…એવો અદભુત ઇતિહાસ છે કે જાણી તમે દંગ રેહશો…
ડાકોર મંદિર ના દર્શને નીકળતા જય રણછોડ માખણચોર ના નાદ સાથે ભક્તો પગપાળા જતા હોય છે. હોળી પહેલા થી ભક્તો સમૂહ માં અથવા પરિવાર સાથે કે મિત્રો સાથે પગપાળા ડાકોર ના શ્રીકૃષ્ણ ના દર્શન માટે જતા હોય છે.ડાકોર નું પુરાણું નામ ડંકપુર હતું. દ્વાપર યુગ માં ડંકમુનિ દ્વારા ડંકપુર ગામ વસાવવામાં આવ્યું હતું. ડંકમુનિ એ તપ કરી ને ભગવાન શિવ ને પ્રસન્ન કર્યા અને જેના થી પ્રસન્ન થઈ ને ભગવાન શિવે ડંકમુનિ ને આશીર્વાદ આપ્યા કે અહી ભગવાન શ્રીકૃષ્ણ આવશે અને પોતે પણ ડંકેશ્વર લિંગ સ્વરૂપે રહેશે. આજે પણ અહી ગોમતી નદી ના કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે આજે પણ શિવ ની સાક્ષી પુરાવે છે.
અહી ડંકમુનિ એ પશુ પક્ષી ના પાણી પીવા માટે કુંડ બનાવ્યો હતો. ભીમ અને કૃષ્ણ ભગવાન પ્રસંગોપાત અહી થી નીકળ્યા અને આરામ કરવા માટે ત્યાં ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તેવા સમયે તેઓ આ કુંડે તેમની તરસ છીપાવી હોવા થી તેઓ તેના થી પ્રસન્ન થઇ ને વધુ લોકો આ કુંડ થી તરસ છીપાવી શકે તે માટે થઇ ને કુંડ ને મોટું કરવા નું વિચાર કર્યો અને તે કુંડ માં તેઓએ પોતા ની ગદા મારી અને તેના થી તે કુંડ ને તળાવ નું સ્વરૂપ મળ્યું. વીરસિંહ અને રતનબા ને ત્યાં વિજયસિંહ નામના બાળક નો જન્મ થયો જે જાતે રાજપૂત બોડાણા હતા.વિજયસિંહ ના પત્ની નું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરી ને પોતાનો જીવનનિર્વાહ કરતા હતા.સંઘ પગપાળા દ્વારકા જતા હોવા થી તેમની સાથે સાથે વિજયસિંહ બોડાણા (ભક્ત બોડાણા) અને તેમના પત્ની ગંગાબાઈ પણ દ્વારકા પગપાળા સંઘ સાથે જોડાયા.
દ્વારકા પહોંચી ને જ્યારે ભગવાન દ્વારકધીશના દર્શન કર્યા ત્યારે વિજયસિંહ બોડાણા (ભક્ત બોડાણા) એ જોયું કે ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ સોના ના આભૂષણ થી સુશોભિત છે. અને તે સિવાય તેની ઉપર તુલસી ની માળા પણ રાખવામા આવી છે. જેના થી વિજયસિંહ બોડાણા (ભક્ત બોડાણા) ને લાગ્યું કે ભગવાન દ્વારકાધીશ ને તુલસી પસંદ છે અને તેમણે નક્કી કરી લીધું કે હવે જ્યારે પણ દર્શન કરવા આવશે ત્યારે તુલસી નો છોડ સાથે લઈ ને આવશે.
ત્યારબાદ થી તેઓ જેટલી વાર પણ દ્વારકાધીશ ના દર્શનાર્થે દ્વારકા ગયા તેટલા સમયે તેઓ દર વખતે તેમની સાથે તુલસી નું કુંડુ લઇ ને જતા હતા. દ્વાપર યુગ માં ભગવાન શ્રીકૃષ્ણ ના સખા એવા વિજ્યાનંદ હતા. હોળી ના તહેવાર નિમિતે આખું ગામ એક્બીજા સાથે હોળી રમી રહ્યું હતું. તેવા સમયે ભગવાન શ્રીકૃષ્ણ પણ બધા ની સાથે હોળી રમી રહ્યા હતા પરંતુ તેમના સખા કોઈક કારણસર રિસાઈ ગયાં હોવા થી હોળી રમવા માટે આવ્યા ન હતા. જેની જાણ શ્રીકૃષ્ણ ને થતા તેઓ વિજ્યાનંદ સાથે હોળી રમવા માટે ગયા.
પરંતુ વિજયાનંદ ગુસ્સા માં હોવા થી તેમણે પાણી માં ડૂબકી લગાવી દીધી તેની પાછળ ભગવાન શ્રીકૃષ્ણ એ પણ પાણી માં ડૂબકી લગાવી અને પાણી માં જ ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાનું સાચું સ્વરૂપ વિજયાનંદ ને દેખાડ્યું અને ત્યારબાદ વિજ્યાનંદે શ્રીકૃષ્ણ ની માફી માંગી લીધી અને તેમની ભક્તિ કરવા માટે માંગ કરી. ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રસન્ન થઈ ને જણાવ્યું કે આવતા કળિયુગ માં તારો જન્મ વિજયસિંહ બોડાણા તરીકે થશે ત્યારે તું અને તારા પત્ની મારા ભક્ત બનશો અને તમને મોક્ષ મળશે. વિજયસિંહ બોડાણા (ભક્ત બોડાણા) દર છ માસે ભગવાન દ્વારકાધીશ ના દર્શને પગપાળા હાથ માં તુલસી નો છોડ લઈને 72 વર્ષ ના થયા ત્યાં સુધી તેઓ સતત ભગવાન દ્વારકધીશના દર્શને જતા હતા. પરંતુ 72 વર્ષ ની વયે પહોંચ્યા બાદ તેઓ ને તેમનું શરીર સાથ ના આપતું હતું. ભગવાન શ્રી કૃષ્ણ થી તેમના પરમભક્ત નું આ દુઃખ જોઈ ના શકાયું અને એક દિવસ જ્યારે ભક્ત બોડાણા ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના સ્વપ્ન માં ભગવાન શ્રી કૃષ્ણ એ આવી ને કહ્યું કે હવે જ્યારે તું દ્વારકા દર્શને આવે ત્યારે ગાડુ લઈ ને આવજે હું તારી સાથે ડાકોર આવીશ.
આ સ્વપ્ન જોયા બાદ ભક્ત બોડાણા જેમ તેમ કરી ને ગાડા ની વ્યવસ્થા કરી અને દ્વારકા પહોંચ્યા અને ત્યાં તેમને ગાડા સાથે જોયા બાદ દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ એ ગાડુ લઈ ને આવવા નું કારણ ભક્ત બોડાણા ને પૂછ્યું જેના જવાબ માં બોડાણા એ જણાવ્યું કે હું દ્વારકાધીશ ને મારી સાથે ડાકોર લઈ જવા માટે આવ્યો છું. આ વાત સાંભળી ને દ્વારકા મંદિર ના પૂજારીઓ એ મંદિર ને તાળા મારી દીધા અને બોડાણા મંદિર માં પ્રવેશ ના કરી શકે તે રીત ની વ્યવસ્થા કરી રાખી હતી. પરંતુ ભગવાન કોઈ ના બાંધ્યે બંધાય રહેવાના હતા નહિ પોતાની લીલા દર્શાવી અને મૂર્તિ ના સ્વરૂપે સ્વયં દ્વારકાધીશ ભક્ત બોડાણા સાથે ડાકોર જવા માટે ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં પોતે જ ગાડુ હંકાવ્યું હતું અને બોડાણા ને આરામ કરવા માટે જણાવ્યું ગાડુ ચલાવી ને એક રાત માં જ દ્વારકા થી ડાકોર સવાર સુધી માં આવી પહોંચ્યા હતા. જ્યારે સવારે દ્વારકા મંદિર ના પૂજારીઓ મંદિર ના દ્વાર ખોલે છે ત્યારે તેમને ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ના મળતા તેઓ ને ભક્ત બોડાણા પર શંકા જાય છે.
પૂજારીઓ મૂર્તિ ની શોધ માં દ્વારકા થી ડાકોર પહોંચી આવ્યા હતા. પુજારીઓ ને તેમની પાછળ આવતા જોઈને ભક્ત બોડાણા એ મૂર્તિ ને નદી માં છુપાવી દીધી હતી અને ત્યાં દ્વારકાધીશ ની મૂર્તિ પ્રાપ્ત થતાં તેઓ પરત લઇ જવા માંગતા હતા પરંતુ ભક્ત બોડાણા એ પૂજારીઓ ને સત્ય થી વાકેફ કરાવ્યા ને જણાવ્યું કે શ્રીકૃષ્ણ પોતે તેમના સપના માં આવી ને અહી આવવા માટે જણાવ્યું હતું ત્યારબાદ સમાધાન ના સ્વરૂપે દ્વારકા ના પૂજારીઓ એ જણાવ્યું કે જો ભક્ત બોડાણા દ્વારકાધીશ ની મૂર્તિ ના વજન જેટલા સોના ભારોભાર તોલી ને આપશે તો તે મૂર્તિ ને અહી રાખી શકશે નહિ તો મૂર્તિ ને દ્વારકા પાછી લઈ જવા માં આવશે.પૂજારીઓ ભક્ત બોડાણા ની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા કે ભક્ત બોડાણા આટલું સોનું નહિ આપી શકે અને મૂર્તિ આપણ ને પરત મળી જશે.
ભગવાન શ્રીકૃષ્ણ ના આશીર્વાદ ભક્ત બોડાણા સાથે હતા અને ભક્ત બોડાણા પાસે સોના તરીકે ફક્ત તેમના પત્ની ની નાકની વાળી હતી જેનું વજન લેશ માત્ર હતું.જ્યારે વજન કરવા માટે એકબાજુ ભગવાન દ્વારકધીશ ની મૂર્તિ અને એક બાજુ નાક ની વાળી મૂકવા માં આવી અને સૌના આશ્વર્ય વચ્ચે મૂર્તિ ના વજન કરતા નાક ની વાળી નું વજન વધુ થતા પૂજારીઓ એ તે નાક ની વાળી લઈ ને દ્વારકા પરત ફરવું પડ્યું હતું. ડાકોર માં થી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકા ના પુજારીઓ ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ ની મૂર્તિ ભક્ત બોડાણા ના ઘરે જ પડી રહી હતી.ત્યારબાદ ઘણા સમયસુધી ડાકોર ના કાપડબજાર માં આવેલ લક્ષ્મી મંદિર માં તેની પૂજા આરાધના કરવા માં આવતી હતી.હાલ માં જે ડાકોર ના રણછોડરાયજી નું મંદિર છે તે મંદિર નો શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને જાય છે. જેઓ તે સમય ના વડોદરા ના રાજા શ્રીમંત ગાયકવાડ ના શ્રોફ હતા.
તેઓ જયારે પુણે થી દ્વારકા દ્વારકાધીશ ના મંદિરે સંઘ લઇ ને જતા હતા તેવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાન ના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતર ની વાત કરી. અને ગોપાલરાવે હાલ ની યાત્રા નો સંઘ મોફુક રાખી ને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જય ને રણછોડરાયજી ના દર્શન કર્યા.હાલ ના મંદિર ના બાંધકામ માટે જમીન ની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું.1772 ની સાલ માં તેઓએ હાલ નું ડાકોર ના મંદિર ના લોકાપર્ણ થયું જેના માટે રૂપિયા 1 લાખ નો ખર્ચ થયો હતો.