ડિંડોલીમાં માતા-પુત્રનો જન્મો જનમનો સાથ રહી ગયો ! પોતાનો નવો ફ્લેટ જોઈ પરત આવી રહ્યા હતા પણ શું ખબર હતી……

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં એક માતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું છે આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

અકસ્માતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો પલસાણાના તાંતીથૈયા ગામ માંથી સામે આવી રહ્યો છે વાત કરીએ તો ડીંડોલી રહેતા એક પરિવારે થોડા દિવસ પહેલાજ જોળવા ખાતે ફ્લેટ ખરીદ્યો હતો. આમ તે બાદ આ ફ્લેટને જોવા રવિવારે યુવક અને તેની બહેન અને ૩ વર્ષીય ભાણેજ સાથે બાઈક પર જોળવા આવ્યો હતો.અને ત્યાંથી પરત ફરતી વખતે તાંતીથૈયા ગામની સીમમાં હાઈવે પર મોટરસાઈકલને પાચળથી ડમ્પરે ધડાકે ભેર અડફેટે લેતા ગોઝારું અકસ્માત સર્જાયો હતો. જે બાદ ત્રણેયને તરતજ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે માતા-પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ડિંડોલીમાં આવેલ આંગન રેસિડેન્સીમાં રહેતા રોહિત મિશ્રાએ પલસાણા તાલુકના જોળવા ગામ ખાતે બંસીપાર્ક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. થયું એવુ હતું કે રવિવારના રોજ રોહિત મિશ્રાનો સાળો વિનય તિવારી બાઇક પર બહેન મનીષા રોહિત મિશ્રા (25) અને ત્રણ વર્ષીય ભાણેજ વિવાનને લઈ જોળવા ખાતે ફ્લેટ જોવા આવ્યા હતા. બપોરે 2: 30 વાગ્યે પોતાના ઘરે પરત ફરતી વખતે તાંતીથૈયા ગામની સીમમાં બારડોલી- કડોદરા રોડ પર શિવદયા વે બ્રિજની સામેની બાજુએ બારડોલી તરફથી બેફામ દોડી આવતા અજાણ્યા ડમ્પરના ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. ગમખ્વાર અકસ્માત સર્જી ડમ્પર લઈ તેનો ચાલક ભાગી છૂટ્યો હતો.

આમ આ ઘટનાબાદ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક વિનય તિવારી રોડની બાજુમાં ફેંકાઈ ગયો હતો. જ્યારે મોટરસાઇકલ પર જતા મનીષા મિશ્રા અને તેની સાથે રહેલો 3 વર્ષીય બાળક વિવાન રોડ પર પટકાતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. માતા-પુત્ર બન્નેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બન્ને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. હાલ છેલ્લા ઘણા સમય થી આવા મોટા વાહનોને લીધે દેશમાં અને રાજ્યમાં ખુબજ અકસ્માત જોવા મળી રહ્યા છે. જે ખરેખર નોંધ લેવા જેવી બાબત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *