કચ્છના ગાંધીધામમાં એક 11 વર્ષની સગીરાને કમળો થતા અંધશ્રદ્ધાએ લીધો જીવ પરિવારે હોસ્પીટલના બદલે…

આજના આધુનિક યુગમાં પણ અમુક લોકો એવા છે કે જે હજી અંધશ્રદ્ધામાઁ વિશ્વાસ રાખે છે અને તેના રસ્તા પર ચાલે છે. આ લોકો વધારે પડતાં વૃદ્ધ અને જુના વિચારવાળા હોઈ છે. જે બધીજ બાબતોમાં અંધશ્રદ્ધા રાખતા હોઈ છે તેમજ ઘણી વખત તો લોકો અંધશ્રદ્ધાને લઇ એવુ એવુ કરતા હોઈ વહે જે તમે વિચારી પણ ના શકો હાલ એક તેવોજ અંધશ્રદ્ધા ને લઇ એક નાની બાળકીનું મૃત્યુની ઘટના સામી આવતી જોવા મળી રહી છે. આવો તમને આ ઘટના વિશે વિસ્તારમાં જણાવીએ.

આ ઘટના કચ્છના ગાંધીધામમાંથી સામી આવી રહી છે જ્યા એરપોર્ટ ચોકડી અંબાજી ચાર રસ્તા પાસે રહેતી 11 વર્ષની બાળકીને તાવ અને કમળો થયા બાદ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે પરિવારજનો તેમને ભચાઉ ખાતે તાવ ઉતારવા લઈ ગયા હતા. ત્યાં પાડોશીએ બાળકીને શરીરે ડામ દેતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તપાસ હાથ ધરી છે.

જણાવીએ કે ગાંધીધામમાં અંબાજી ચાર રસ્તા એરપોર્ટ ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જિજ્ઞા રમેશભાઈ મોરવાડિયા (ઉં.વ.11) નામની બાળકી 10 દિવસ પહેલા બીમાર પડતા તેમને તાવ આવતો હોય અને કમળાની અસર હોવાનું જાણવા મળ્યું હતું. આથી પરિવાર બાળકીને દવા લેવા હોસ્પિટલમાં લઈ જવાને બદલે બાળકીના દાદી અને પરિવારજનો તેણીને સારવાર માટે ભચાઉ કમળો ઉતરાવવા લઈ ગયા હતા અને ત્યાં તેમને સારું થઈ જવાના બહાના હેઠળ એક શખસે શરીરે ડામ આપ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ ગયા હતા.

આમ થોડા દિવસ બાદ બાળકીને શરીરે દુખાવો ઉપાડતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં મોડી રાત્રે બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમનું મૃત્યુ ડામ દેવાથી થયું છે કે બીમારીથી થયું તેનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.