ગોંડલમાં પરિવારની એકની એક દીકરીએ ઘરમાં જ ગળેફાંસો ખાય મૌતને વ્હાલું કરી લીધું ! એવી તો શું મજબૂરી હશે સગીરાની?..જાણો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી હત્યા તથા આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો લાગતો હોય છે, દાડે દિવસે આવી ઘટનામાં સતત વધારો જ થઇ રહ્યો છે, એવામાં ગોંડલ પંથક માંથી એક ખુબ ચોંકાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરાએ ઘરે જ ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી.

તમે સમાચાર તથા વર્તમાનપત્રોમાં વાંચતા જ હશો કે અમુક વખત અગમ્ય કારણોસર તો અમુક વખત આર્થિક સંકળામણને લીધે ઘણી વખત મુશ્કેલીમાં મુકાયને દબાવ હેઠળ આવતા હોય છે જે બાદ પોતે આત્મહત્યા કરી લેવાનું જ નક્કી કરી લેતા હોય છે.જયારે અમુક વખત લોકો પ્રેમ પ્રકરણમાં દગો ખાધા બાદ પણ મૌતને ભેટી જતા હોય છે પરંતુ ગોંડલમાં જુવાનજોત છોકરીએ આત્મહત્યા કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.

જણાવી દઈએ ગોંડલના આંબરડી ગામમાંથી આ ઘટના સામે આવી છે જેમાં માનસિક બીમારીથી તડપી રહેલી સગીરાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું હતું જે બાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. આ ઘટના પગલે ગામના આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર જ મચી જવા પામ્યો છે.

એહવાલ દ્વારા સામે આવ્યું છે કે મૃતક યુવતીનું નામ પૂજા રવજભાઈ પરમાર(ઉ.વ.17) જે ધોરણ 11ની અંદર અભ્યાસ કરતી હતી. જાણવા મળેલ છે કે પૂજા છેલ્લા થોડાક દિવસોથી માનસિક બીમારીથી પીડિત હતી અને હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. મૃતકના પિતા છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું લાલન પાલન કરતા હતા, એવામાં એકની એક દીકરીએ આત્મહત્યા કરી લેતા પરિવાર પર જાને દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *