ગુજરાતમાં ડાયરો હોઈ અને નોટો નો વરસાદ નાં થાઇ એવું તો બનેજ નઈ, ઉપરથી રાજભા ગઢવી અને કિંજલ દવે જેવા ગાયકોના મંચ માં તો…

ગુજરાતી લોકોને  ડાયરાનો ખુબજ શોખ હોઈ છે તેમજ આપણા ગુજરાતમાં તો ડાયરા ના ઘણા દીગજ અને સુપ્રસિધ કલાકારો છે આવા લોકગાયકો પોતાના મધુર અવાજ થી માહોલને ખુબજ રંગીન બનાવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક વાત છે કે ગુજરાતમાં ડાયરો હોઈ અને નોટોનો વરસાદ નો થાય એવું બનેજ નહિ તેમજ કિંજલ દવે અને રાજભા ગઢવી જેવા ખ્યાતનામ ગાયકો એકજ મંચ ઉપર હોઈ તો પૂછવુંજ શું ?

હાલ આ બંને કલાકારોનો ડાયરા નો કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો. જ્યાં આ બંને ગાયકો એ લોકોના દિલ જી લીધા હતા અને પોતાના મધુર અવાજ થી ધૂમ મચાવી હતી. બધા ડાયરા ની જેમ આ ડાયરા માં પણ નોટો નો વરસાદ જોવા મળ્યો હતો. જેની તસ્વીરો અને વિડીઓ હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. અને લોકો આ વિડીઓ અને તસવીરો જોઈ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે. તેમજ આ ડાયરા ની ઘણી તસ્વીરો બંને કલાકારોએ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર પણ વાયરલ કરી છે. તેમજ કિંજલ દવે તસવીર શેર કરતા જણાવે છે કે આ ડાયરા નું સમગ્ર આયોજન MLA લાખાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કિંજલ દવે એ તેના instagram એકાઉન્ટ પર સ્ટોરી માં નોટો વરસાદ થઇ રહ્યો છે તેવો વિડીઓ પણ મુક્યો છે. આમ આવીજ રીતે કિંજલ દવે તેમના ચાહકો માટે નવા નવા ફોટા અને ડાયરા ની અમુક લોકપ્રિય વિડીઓ પણ પોસ્ટ કરતા જોવા મળે છે. તે પહેલા કિંજલ દવે અમેરિકા પણ ગઈ હતી ડાયરા માટે અને ત્યારે પણ તેમની ઘણા વિડીઓ અને તસ્વીરો શેર કરી હતી.

અને વાત કર્યે તો રાજભા ગઢવીની તો તેઓ પણ દેશ વિદેશમાં પોતાના ડાયરાની રંગત જમાવતા જોવા મળે છે. તે જ્યાં પણ પોતાનો ડાયરો કરવા જાઈ છે ત્યાં તે લોકો નાં દિલ જીતી લેતા હોઈ છે અને તેમનો ડાયરો સાંભળી દર્શક પણ મંત્રમુગ્ધ બની જતા હોઈ છે. આમ તેવીજ રીતે બંને ગાયકોએ રાજકોટમાં લોકો ના દિલ જીતી લીધા અને લોકો ને પોતાના મધુર અવાજ થી મંત્રમુગ્ધ કરી દીધા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *