માં તો માં છે સાહેબ! અમરેલીમાં સિંહણના બચ્ચાં રસ્તા પર આવી ગયા જે પછી સિંહણે એવુ કર્યું કે… જુઓ આ વિડીયો

મિત્રો તમે જાણતાજ હશો કે આ દુનિયામાં માઁ થી વધી ને કોઈ હોતું નથી આપણા જીવનમાં માઁ જેટલું મહત્વ કોઈ પણ લઇ શકતું નથી. તમે લોકો એ એક હેવત તો જરૂર સાંભળીજ હશે માઁ તે માઁ બીજા બધા વગડાના વા” આ વાતને સાચી સાબિત કરનાર એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક સિંહણ રાત્રીના સમયે બાળસિંહો સાથે રોડની ની બાજુમાં રમી રહેલી હોઈ છે ટી તમે વિડીઓમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

આ વાયરલ વિડિઓ આમરેલી જિલ્લામાંથી સામે આવી રહ્યો છે જ્યાં 15 સેકંડના આ વિડીઓમાં સિંહણ બાળ સિંહને મોંઢાથી પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે છટકી જાય છે. જે બાદ સિંહણ બાળસિંહની પાછળ પાછળ જાય છે. આ વિડીયો કોઇ રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. વિડીયો પરથી અંદાજો લગાડી શકાય છે કે, આ વિડીયો રાત્રીના સમયે લેવામાં આવ્યો છે. વિડીયાં બે બાળ સિંહ અને એક સિંહણ રસ્તા પર જતા જોવા મળી રહ્યા છે.

આમ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે. અને લોકો આ વિડીયોની સરાહના કરી રહ્યા છે. તેમજ આ વડીયોને ખુબજ પસંદ પણ કરી રહયા છે. તમને જણાવીએ તો માં ને ભગવાનથી પણ ઉંચો દરજ્જો આપવામાં આવે છે. આપણે પ્રાસંગિક સમયે માં તે માં બીજા વગડાવા વા, કહેવતનો પ્રયોગ પણ કરીએ છીએ. કહેવતનું ભાવાંતર માં જેવું કોઇ નહિ તેમ થાય છે. આ વાત મનુષ્યોની સાથે સાથે પ્રાણીઓમાં પણ લાગુ પડે છે. આ વાતની સાબિતી આપતો આ વાયરલ વિડિઓ છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *