જયપુરમાં ૯૦ ની સ્પીડે આવતી બાઈકે મહિલા ને ટક્કર મારી ! આંખના પલકારામાં આવ્યું મોત

હાલમાં એક્સિડન્ટ ના કેસ બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણે અવારનવાર અનેક અકસ્માતો માર્ગ પર જોતા હોઈએ છીએ તેમાં પણ રોડ પર આવા બનાવો તો બહુ જ વધારે પ્રમાણ માં જોવા મળતા હોય છે લોકો  વાહનો ને ચાલવતા સહેજ પણ જો  ફેરફાર થાય તો લોકો પોતે તો જીવ થી જાય જ છે પરંતુ સાથે સામે વાળા નિર્દોષ વ્યક્તિને પણ લેતા જાય છે આવા અનેક રસ્તા પરના અકસ્માતો ને આપડે સમાચાર માં કે વિડીયોમાં જોયા હશે.

જયપુર માં હિટ એન્ડ રન ની ઘટના હાલમાં જ સામે આવી છે જેમાં ૯૦ સ્પીડ થી ચાલતી બાઈકના યુવાનો એ એક મહિલાઓ જીવ લીધો છે. બાઈક ની ટક્કર લાગતા મહિલા ૨૦ ફૂટ સુધી ઘસડાઈ હતી અને ત્યાર બાદ બેહોશ થઇ ગઈ હતી . મહિલા ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.સ્થાનિક પોલીસ રામકિશન બીશ્રોઈ એ જણાવ્યું હતું કે , આ ઘટના જયપુરના ચિત્રકૂટ નગરની છે.

એક્સિડન્ટ થયેલી મહિલા નું નામ સંતોષ દેવી છે જે ૫૦ વર્ષની ઉમર ની છે. મહિલા પોતાના બીમાર ભાઈ ને મળવા ગઈ હતી અને ત્યાંથી  સાંજે ૬ વાગે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે જ જૈન મંદિર સામે રોડ ક્રોસ કરતી વખતે બાઈક પર સવાર થઇ રહેલા ૨ છોકરાઓ એ મહિલા ને ટક્કર મારીને જતા રહ્યા હતા. ટક્કર મારતાની સાથે જ મહિલા ૨૦ ફૂટ  સુધી ઘસડાઈ હતી અને ત્યાર બાદ ગંભીર ઈર્જા ને કારણે મહિલા સંતોષ દેવી ને SMS હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ અંગે મૃતક સંતોષ દેવીના દીકરા રાકેશ જાંગીડ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ ના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા છે. ત્યાર બાદ જ આ ઘટના થયા નો પૂરો વિડીયો બધાની સામે આવ્યો છે. આ વિદીયોં માં દેખાઈ જ રહ્યું છે કે રોડ ક્રોસ કરતી વખતે ફૂલ સ્પીડ માં આવતી બાઈક સવાર બે છોકરાઓ એ મહિલા ને ટક્કર મારી હતી અને સંતોષ દેવી એ આ બાઈક ને પોતાના હાથ ના ઈશારા થી રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

પરંતુ બાઈક સવાર બહુ સ્પીડ માં હોવાથી ગાડી રોકી શક્યા નહિ અને મહિલા ને ટક્કર મારીને નીકળી ગયા. બાઈક સવારે સંતોષ દેવીને ૨૦ ફૂટ સુધી ઘસેડી હતી. આ સાથે રોડ પર પડતા જ સંતોષ દેવી બેભાન થઇ ગઈ હતી. થોડી સેકંડ માટે તે બાઈક સવાર છોકરાઓ ઉભા રહીને મહિલા ને જોયા હતા અને ત્યાર બાદ ત્યાં લોકોને ભેગા થતા જોયા તો ત્યાંથી તેઓ ભાગી ગયા હતા. પોલીસનું માનવું છે કે,એક્સિડન્ટ સમયે બાઈક ની સ્પીડ અંદાજે ૯૦ કિમી ની આસપાસ હતી. પોલીસ CCTV ના આધારે તે બાઈક ચાલકો ને શોધી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.