JEE મેઈન્સમાં સુરતના વિદ્યાર્થીએ આખા દેશ મા ડંકો વગાડયોં! સમગ્ર ગુજરાત મા પ્રથમ જ્યારે દેશ મા…

જો હિમત હોય અને કઈક કરી બતાવવાનું જનુન હોય તો વ્યક્તિ  અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. જો નિર્ણય પાક્કો હોય ને તો જમીન સુ તમે આકાશને પણ અડવાની શકતી ધરાવો છો. કહેવાય છે ને ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે તો પછી આપણા સપના પુરા કરવા એ તો નાની વાત જ ગણાય. જેમ આપડે મહેનત કરશું તેમ સફળતા સામેથી આપડી પાસે આવશે. હિમત અને મહેનતથી તમે તમારા  જીવનમાં દરેક સપના સાકાર કરી શકો છો. જે તમને ઉચા મુકામ પર લઇ જઈ સકે છે. હાલમાં જ JEE મેઈન્સ ની પરીક્ષા નું  પરિણામ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ ની મહેનત રંગ લાવી છે અને તેઓ એ પોતાના તથા માતા પિતા ના સપના સાકાર કર્યા  છે જેમાં સુરત ના મહિત એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

એન્જીનીયરીંગ માં પ્રવેશ માટેની JEE મેઈન્સ પરીક્ષા જુન ૨૦૨૨ માં લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલા સુરતના મહિત રાજેશભાઈ ગઢીવાળા એ પ્રથમ ક્રમાંક  મેળવ્યો છે. સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમ મેળવનાર મહિત ને તેમના માતા પિતા ને શિક્ષકો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. મ્હીતના માતા પિતા એ તેની સફળતા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, મહિત ને ૯૯.૯૯ પર્સેન્ટટાઈલ મળ્યા છે અને આગામી સમયમાં મહિત JEE ની એડવાન્સ એક્ઝામ આપી ને આગળ અભ્યાસ કરશે.

મહિત ના પિતા ડો.રાજેશ ગઢીવાલા એ જણાવ્યું કે, અમે હું અને મહિત ની માતા ડો. પ્રેમલ અમે બંને ડોક્ટર છીએ. અમે બંને એ મહિત ને પુરતી છૂટ આપી હતી. મહિત પણ પહેલા દિવસ થી જ તૈયારી માં વ્યસ્ત રહેર્તો હતો. હાલ મહિત ચોથી ઓલીમીપયાડ માટે દોહા ગયો હતો. ત્યાર થી તેના જીવનમાં આ વળાંક આવ્યો અને દેશ માટે કઈક કરી બતાવવા માટે થઈને આગળ વધતો ગયો અને હાલ આ સફળતા મેળવી છે. મહિત ની માતા ડો. પ્રેમલ  ગઢીવાલા એ જણાવ્યું કે, મહિત નાવમાં ધોરણમાં આવ્યો ત્યારથી જ તેણે પોતાની તબીબી પ્રેક્ટીસ છોડી દીધી છે. તેણી ડેનીતીસ્ત છે. છેલ્લા ચાર વર્ષથી મહિત ને તૈયારી કરાવી રહી છે. આગામી સમયમાં મહિત દેશ માટે કઈક કરી બતાવે તે માટે થઈને પોતે પોતાની પ્રેક્ટીસ નું બલિદાન આપી દીધું છે.

આ સાથે જ મ્હીતના માતા પિતા એ જણાવ્યું કે મહિત કોઈ સોશિયલ મીડિયા પર એકટીવ નથી તે અભ્યાસ ની સાથે ફિલ્મો જોવાની સહીત ની ઈતરપ્રવુતિ સાથે સંકળાયેલો છે. પરંતુ સમય વેસ્ટ કરતો નથી. તેને  અભ્યાસમાં અને નવું સંશોધન કરવામાં વધારે રસ છે. તેણે ધોરણ ૧૦ માં પણ બાયોલોજી અને મેથ્સ સાથે અભ્યાસ કરેલો છે. હજુ પણ તે બધા વિષય સાથે આગળ વધી રહ્યો છે. આઈ આઈ ટી માં અભ્યાસની ઈચ્છા રાખનાર મહિતના શિક્ષકો જણાવે છે કે,  અહી તે નાવમાં ધોરણ થી અભ્યાસ કરી રહ્યો છે. ક્લાસમાં અભ્યાસની સાથે તે રોજ ૪ કલાક ની તૈયારી પણ કરતો હતો, શિક્ષકો દ્વારા મળતા સપોર્ટ અને તેની મહેનત આજે રંગ લાવી છે. આ સિવાય અન્ય વિધાર્થીઓ એ પણ સફળતા મેળવી છે જે અમારા માટે ગર્વ ની વાત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.