જેઠાલાલનાં ઘરમાં હીંચકે ઝુલ્યા પવન અને કિંજલ! બંને તારક મહેતા સિરિયલમાં…
ભારતના સૌથી લોકપ્રિય ટેલિવિઝનના સ્ટાર તરીકે જેઠાલાલનું નામ મોખરે આવે! આ વાત થી કોઈ અજાણ નથી કારણ કે, જેઠાલાલનું વ્યક્તિત્વ જ એવું છે કે, તેમને મળવા માટે સૌ કોઈ આતુર બને છે. સામાન્ય વ્યક્તિ થી લઈને લોકપ્રિય કલાકારો પણ જેઠાલાલ ને મળીને ખુશી મેળવે છે.
હાલમાં જ લોકપ્રિય સિંગર કિંજલ દવેનાં મંગેતર પવન જોશી એ કિંજલ દવે સાથે જેઠાલાલ ની મુલાકાત કરી હતી અને આ તસ્વીરો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી.હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર જેઠાલાલનાં ઘરમાં પવન અને કિંજલ ઝૂલે બેસીને ઝુલી રહ્યા છે.
આ તસવીરો વાયરલ થઈ રહી છે. ત્યારે ખરેખર આખરે હકીકત શું છે તે અમે આપને જણાવીએ. મુંબઈ ગયેલા કિંજલ અને પવન એ તારક મહેતા સિરીયલના સેટ ની મુલાકાત લીધા પહેલા.બોલિવૂડ તથા ટીવી એક્ટર વિશાલ જેઠવાને પણ મળ્યા હતા. વિશાલે 2013માં ટીવી સિરિયલ ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનો રોલ કર્યો હતો. વર્ષ 1994મા જન્મેલ 25 વર્ષીય વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે. વિશાલ ‘મર્દાની 2’માં વિલનના રોલમાં જોવા મળ્યો હતો. હાલમાં જ વિશાલ વેબ સિરીઝ ‘હ્યુમન’માં શૈફાલી શાહ સાથે જોવા મળ્યો હતો
વિશાલ અને તેમના પરિવાર સાથે વિતાવેલી દરેક પળો કિંજલ દવે એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ અને ત્યારબાદ પવન જોશી એ સો.મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘
અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.’ કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. ત્રણેય સિરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.
પવન જોશી એ દિલીપ જોશી સિવાય અંજલિ ભાભી એટલે કે સુનેના ને પણ મળ્યા હતા. હાલમાં આ તસવીરો જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા કે, શું કિંજલ દવે અને પવન જોશી તારક મહેતામાં જોવા મળશે કે,
શું!હાલમાં તો આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. કિંજલ અને પવન મુંબઈમાં ખૂબ જ આનંદ કર્યો અને આ દરેક ક્ષણોને તેમને સોશિયલ મીડિયામાં તેમના ચાહકવર્ગ સાથે શેર કરી છે.