લગ્ન ના બે જ મહિના મા આલીયા ભટ્ટે એવા સમાચાર આપ્યા કે તમે વિચારવા મજબૂર થઈ જશો , જાણો શુ

બોલીવુડની અભીનેત્રી આલ્યા ભટ્ટ ને સૌ કોઈ જાણતા જ હશે તે નાની ઉમરમાં જ બહુ પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે હાલમાં જ તેણે પોતાના પ્રિન્સ ચાર્મી રણવીર કપૂર ની સાથે લગ્નના બંધન માં જોડાઈ છે. આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ ની દીકરી અને ઋષિકપૂર ની પુત્રવધુ છે. બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર માતા પિતા બનવા જઈ રહ્યા છે. તેઓએ આ સમાચાર પોતાના સોશિયલ મીડિયા ના એકાઉનટ પર એક ફોટો શેર કર્યો છે.  શેર કરેલા આ ફોટો માં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બને સાથે જોવા મળ્યા છે.

આ સાથે જ આપણે જાણ્યે છીએ કે આલીયા ભટ્ટ અને રણવીર કપૂરે આ વર્ષે જ એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા અને લગ્ન્નના બે જ મહિનામાં બંને એ આ ગુડ ન્યુઝ આપી છે. લાંબા પ્રેમ સબંધ બાદ બંનેએ એપ્રિલમાં લગ્ન કર્યા  હતા ,ત્યાર બાદ હવે તેઓ પતિ -પત્ની માથીં માતા- પિતા બનવા જઈ  રહ્યા છે. આલિયા ભટ્ટે પોતાની પ્રેગનેન્સી ના સમાચાર પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે. આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ત્રગ્રામ પર હોસ્પીટલનો એક ફોટો શેર કર્યો છે. આ શેર કરેલા  ફોટામાં આલિયા  ભટ્ટ હોસ્પીટલના બેડ પર સુતી વખતે હસતી દેખાય છે. જયારે રણવીર તેની બાજુમાં બેઠેલો જોવા મળે છે.

બંને સ્કીન પરની સોનોગ્રાફી જોઈ રહ્યા છે. તેણે સ્ક્રીન પર હાર્ટ નું ઇમોજી મુક્યું છે. આ ફોટો શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું છે કે ‘અમારું બાળક …જલ્દી આવી રહ્યું છે.’ આની સાથે જ આલિયા ભટ્ટે એક તસ્વીર શેર કરી છે જેમાં સિંહ અને સિહણ તેના બાળક સાથે રમતા જોવા મળી રહ્યા છે .આલીયા ભટ્ટએ પોતાના ફેંસ ને આ ખબર આપતા જ તેમના તરફથી બહુ બધા અભિનંદન આવી  રહ્યા છે. તથા સેલીબ્રીટીઓ દ્વારા પણ શુભકામનાઓ  આવી રહી છે. આ સાથે જ આલિયા ભટ્ટ ની ભાભી અને રણવીર કપૂરની બહેન રીધીમાં કપૂર સાહનીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે ઘણા દિલના અને ચુંબનના ઇમોજી બનાવયા હતા અને અભિનંદન આપ્યા હતા.

આ સાથે જ બ્રમ્હાસ્ત્ર ફિલ્મ માં રણવીર કપૂરની સાથે કામ કરતી અભિનેત્રી મૌની રોય એ પણ કમેન્ટ કરી લખ્યું, ‘ઓમ નમઃ શિવાય, ખુબ જ ખુશ.’ આ ઉપરાંત તેમની આ પોસ્ટ પર બોલીવુડના અનેક કલાકારોએ આલીયાભટ્ટ અને રણવીર કપૂર ને અભિનંદન પાઠવ્યા છે. આલિયા ભટ્ટ ની પ્રેગનેન્સી ની ન્યુઝ સંભાળી ને માતા સોની રાઝદા ને ખુબ ખુશ છે. તેઓએ ફોટો શેર કરીને દીકરી આલીયાને અભિનંદન આપ્યા છે. તેઓએ ફોટામાં આ ન્યુઝને સૌથી સારી ન્યુઝ છે આવું લખ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *