લીંબડીમાઁ બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો બદનામી થશે એ બીકે ભાઈએ જ બહેનની હત્યા કરી નાખી હતી! અને લાશ ને…જાણો વિગતે

છેલ્લા ઘણાં સમય થી હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના મામલાઓ ખુબજ વધી રહયા છે તેવાંમાં વધુ એક હત્યાની ઘટના સામી આવી છે. જે જાણી તમે પણ ચોકી જશો. આ ઘટના એવી છે કે ભાઈને શઁકા થઈ કે બહેન દાગીના લઈને તેના પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં તેની બદનામી થશે તેના લીધે ભાઈએજ તેની બહેનની દુપટ્ટાં વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ચાલો તમને સમગ્ર ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના લીંબડી માંથી સામી આવી રહી છે. જ્યા 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે.

આમ આરોપી દિનેશ જણાવે છે કે “5 વર્ષથી અમે પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી, પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સપરિવાર પ્રસંગમાં હાજર હતા. ત્યાં મારું સતત ધ્યાન બહેન પર જ હતું. સંબંધીનો પ્રસંગ છોડીને મારી બહેન છાનીમાની મારા ઘરે ગઈ. હું પણ તેની પાછળ-પાછળ ઘરે ગયો. બહેન કબાટમાં કશું શોધી રહી હતી. મેં તેને પૂછ્યું કે શું શોધે છે? ત્યારે તેણે કહ્યું કે ડોકિયું ગોતું છું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે, એટલે મેં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.”

હત્યા કરીને બહેનનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું. હાથ-પગ દોરી અને દુપટ્ટાથી બાંધ્યા. મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. ક્રાઇમ અંગેની ટીવી સિરિયલો જોઈને મૃતદેહ જલદી કોઈના હાથમાં ન આવે એ માટે બહેનની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ બીજા દિવસે બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો હતો.

આમ 9 જૂને નયના ઘરેથી ભાગી હતી ત્યારે દિનેશના પરિવારે લીંબડી પોલીસ મથકે અરજી નોંધાવી હતી,જી બસંદ પોલીસે તપાસસ હાથ ધરી હતી. ફરિયાદમાં પરિવારે લખાવ્યું કે નયનાને તેનો પ્રેમી રોહિત ઠાકોર ભગાડી ગયાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે એ સમયે રોહિતનો સંપર્ક કર્યો હતો, પરંતુ એ વખતે નયના તેની પાસે આવી નહોતી. ત્યાર બાદ 23 જૂને નયના લીંબડી પાછી ફરી અને પોલીસ મથકે એકલી ઘરથી નીકળી ગઈ હતી એવો જવાબ લખાવ્યો હતો. યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે પોલીસે નયનાના પરિવારને બોલાવી ઓળખ કરવા કહ્યું, પરંતુ તેના પરિવારે મૃતદેહ નયનાનો ન હોવાનું જણાવ્યું હતું. યુવતીની ઓળખ ન થતાં પોલીસે રોહિતનો સંપર્ક કર્યો ત્યારે તેને 3 સ્ટાર ટેટૂ ત્રોફાવેલી યુવતી નયના જ છે, તેને ઓળખી બતાવી હતી. ત્યાર બાદ પોલીસે દિનેશને ઝડપી લીધો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *