મહેસાણા મા મિત્ર ની નજર સામે જ મિત્ર તણાયો ! બસ એક વાત નો અફસોસ કે મિત્ર એ મિત્રની…
આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં કોઝવે પરથી એક્ટિવા સાથે બે યુવકો તણાયા,એકનો બચાવ; અન્ય લાપત્તા થયો હતો. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ ઘટના મહેસાણાના હરદેસણ ગામ નજીક જ્યા વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હરદેસણ ગામ નજીક આવેલા કોઝવે પરથી પસાર થઈ રહેલા બે મિત્રો એક્ટિવા સાથે પૂરના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેમાં એક યુવક બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક યુવક એક્ટિવા સાથે પૂરમાં તણાઈ ગયો હતો. જેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વાત કરીએ તો મહેસાણાના ધિણોજ ગામમાં રહેતા ભાવેશ રાઠોડ અને તેનો મિત્ર બ્રિજ વ્યાસ આજે બપોરના સમયે મહેસાણાથી ધિણોજ જવા એક્ટિવા પર નીકળ્યા હતા. જ્યારે તેઓ હરદેસણ ગામ નજીકથી પસાર થતી નદીના કોઝવે પર પહોંચ્યા ત્યારે કોઝવે પરથી પાણી જઈ રહ્યું હતું. જેમાંથી નીકળી જવાશે તેમ સમજી પાણીમાં એક્ટિવા ઉતારતા જ તણાવા લાગ્યું હતું. બ્રિજેશ તો જેમતેમ કરી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. પરંતુ, ભાવેશ રાઠોડ એક્ટિવા સાથે તણાઈ ગયો હતો.
આમ આ ઘટનામાં જેનો આબાદ બચાવ થયો છે તે બ્રિજેશ વ્યાસે કહ્યું હતું કે, તેઓ જ્યારે અહીં કોઝવે પાસે પહોંચ્યા ત્યારે તેને ભાવેશને પાણીમાં ઉતરવાની ના પાડી હતી અને ફરીને જવા કહ્યું હતું. પરંતુ, બંને મિત્રોએ એક્ટિવા પર બેસવાના બદલે ચાલીને કોઝવે પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બ્રિજેશ તો જેમતેમ કરી બહાર નીકળી ગયો હતો. પરંતુ, ભાવેશ ન નીકળી શકતા એક્ટિવા સાથે તણાયો હતો.
તેમજ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા લાપત્તા થયેલા ભાવેશની શોધખોળ હાથ ધરી છે. જો કે, નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન પણ મુશ્કેલ બન્યું છે. આસપાસના ગામના લોકોને ઘટનાની જાણ થતા ઉમટી પડ્યા હતા. જયારે ભાવેશ રાઠોડ નામનો યુવાન પૂરના પાણીમાં તણાઈ ગયો હોય, ફાયરબ્રિગડના જવાનો સાથે SDRFની ટીમ પણ રેસ્ક્યૂ માટે આવી પહોંચી છે.