મહેસાણામાઁ પતિએ પત્ની પાસે પૈસા માગતા પત્નીએ પૈસા ન આપ્યા, ગુસ્સામાં આવી પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી…
આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જે કિસ્સામાઁ પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયો. આવો તમને આઘટના વિસ્તારમાં જણાવીએ.
આ હત્યાની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામી આવી રહી છે જ્યાં જિલ્લામાં આવેલા બાલીયાસણ ખાતે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.સમગ્ર ઘટનાની જાણ લાઘણજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ આદરી હતી. મહેસાણા તાલુકામાં આવેલા બલીયાસણ ગામે રહેતા ઠાકોર ભરત ભાઈ બીજલ ભાઈ નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર પોતાની પત્ની મંજીબેન પાસે પૈસા માંગી લઇ જતો હતો જેને લઇ ઘરમાં અવારનવાર તકરાર થતી હતી.
વાત કરીએ તો આરોપી પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો તેમજ પત્ની ઘર ચલાવતી હતી અને પોતાના બે સંતાનોનું પાલન કરતી હતી ત્યારે ગઈ કાલે સાંજે 4 કલાકે આરોપી પતિ ઘરે આવી પત્ની પાસે પૈસા માંગ્યા હતા જે પૈસા આપવાની પત્નીએ ના કહેતા બને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં પતિ ત્યાંથી ચાલી ગયો હતો. આમ સાંજે પૈસા મામલે ઝઘડો કર્યા બાદ પતિ ત્યાંથી નીકળી ગયો હતો અને મૃતક મંજીબેન પોતાન મકાન પાછળ આવેલા ખેતરમાં કામ કરી રહ્યા હતા એ દરમિયાન આરોપી પતિ પોતાના હાથમાં ચપ્પુ લઇ આવી પોતાની પત્નીના ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પના ઘા જીકી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આમ બલિયાસનમાં બનેલી હત્યા કેસની જાણ લાંઘણજ પોલીસ મથકના પીએસઆઇ એસ.બી ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.