વડોદરાના મીયાગામમાં પ્રેમીએ પ્રેમિકાના જન્મ દિવસના બીજા દિવસે મરી જવાનું કહેતા, યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું!જાણો વિગતે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.
આ આપઘાતની ઘટના વડોદરાના કરજણ તાલુકાના મિયાગામમાંથી સામી આવી રહી છે. જ્યાં મિયાગામ કરજણમાં દોઢ વર્ષના પ્રેમનો કરુણ અંત આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાના જન્મ દિવસના બીજા દિવસે લાફો મારી જણાવ્યું હતું કે “મારે હવે તારી સાથેથી છૂટવું છે. ત્યારે પ્રેમીને પ્રેમિકાએ જણાવ્યુ કે “હું તારાથી છૂટી થાવ તો હવે મને કોણ રાખશે” ત્યારે પ્રેમીએ જણાવેલ કે “તને કોઇ ના રાખે તો તું મરીજા” પ્રેમીએ આપેલો જવાબ પ્રેમિકાથી સહન ન થતાં તેણીએ ગામના ગોચરમાં આવેલા ઝાડની ડાળી સાથે ઓઢણીથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાત કરીએ તો મિયા ગામ કરજણમાં રહેતો કલ્પેશ બુધાભાઈ મોરીને મનીષા નાયક સાથે આંખો મળી ગઇ હતી. કલ્પેશ મનીષાના ઘરેજ પતિ હોય તે રીતે ઘરજમાઇની જેમ રહેતો હતો. 20 જુલાઇના રોજ મનીષાનો જન્મ દિવસ હતો. જેથી મનીષાએ ફોટો પાડવા માટે કલ્પેશ પાસે મોબાઇલ માંગ્યો હતો. પરંતુ, કલ્પેશ મનિષાનો જન્મ દિવસ હોવા છતાં, ગુસ્સે થઈને મનીષાને મોબાઇલ આપી તેના ઘરે જતો રહયો હતો.
ઘટના એવી હતી કે તા. 21 જુલાઈના રોજ બપોર ના 1 વાગ્યે કલ્પેશ મનીષાના ઘરે આવ્યો હતો. અને મનીષા અને કલ્પેશ બંને વાતો કરતા હતા. તે દરમિયાન મનીષા પાસેના કલ્પેશના મોબાઈલ પર કોઈ છોકરીનો ફોન આવતા મનીષાએ સ્પીકર ચાલુ કરી વાત કરી હતી. ફોન કરનાર છોકરીને મનિષાએ કહ્યું કે તુ શું કામ કલ્પેશને ફોન કેમ કરે છે ? તેમ કહેતા સામે વાળી છોકરીએ ફોન કાપી નાખ્યો હતો. મનીષાએ છોકરી વિશે કલ્પેશને પૂછતાં કલ્પેશ એકદમ ઉશ્કેરાઇ જઇને મનીષાને લાફો મારી દીધો હતો. અને મનીષાને જણાવ્યું કે, “હવે મારે તારી સાથેથી છૂટું થવું છે, ત્યારે મનીષાએ કહ્યુ કે તારે છૂટું જોઇએ છે તો મને કોણ રાખશે. તો કલ્પેશે મનીષાને કહ્યું કે તને કોઇ ના રાખે તો તું મરીજા” આમ કહી કલ્પેશ મનીષા પાસેથી પોતાનો મોબાઇલ લઈને ઘરે જતો રહ્યો હતો.
તે દરમિયાન, મનીષાએ ગામના ગોચરમાં જઈને ઝાડની ડાળી પર ઓઢણી વડે ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ પરિવારને થતાં પરિવાર ગોચરમાં દોડી ગયું હતું. અને દીકરીને ઝાડની ડાળી ઉપરથી ઉતારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ, તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મનીષાની માતા સુધાબેન નાયકે કલ્પેશ મોરી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ દીકરીના મોત માટે કલ્પેશ મોરી હોવાનું જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી છે.