મોરબીમાં હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર નું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માત ગુજરાતના મોરબી જીલ્લામાં આજે બન્યું છે જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકનું કારમાં જ મૃત્યુ નીપજ્યું હતું આ અકસ્માતમાં કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે મોરબીના રોહીશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહી એક કાર ટ્રકની પાછળ ઘુસી જતા તેના ચાલકનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના બાદ આસપાસનાં રાહદારીઓનાં ટોળે ટોળા વળી ગયા હતા. જે બાદ ૧૦૮ ને ઘટના સ્થળે પહોચી આવી હતી. તેમજ વ્યક્તીની તો કાર માજ મોત થઇ ગઈ હતી તેનો મૃતદેહ કાઢવા માટે લોકોએ ખુબજ પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવામાં આવી હતી. આ મૃત યુવક હળવદ તાલુકાના દેવળિયા ગામનો રહેવાશી છે.

આ કાર સુરત આરટીઓમાં રજીસ્ટર થયેલી છે. આ ગંભીર અકસ્માત બાદ કારનો આગળનો ભાગ કુચ્ચો થઇ ગયો હતો. આ ટક્કર બાદ કારના બધાજ કાચ તૂટી ગયા હતા. તેમજ સીટ પર બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *