નવસારીમાં એક પિતાએ તેનો પુત્ર જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે માથા પર કુહાડીનાં ઘા મારી હત્યા કરી નાખી ! પિતાને પૂછપરછ કરતા…
હાલ દેશમાં અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હત્યાનાં મામલાઓ ખુબજ વધી ગયા છે. તેમજ આવી હત્યાની ઘટના બનતા લોકો ખુબજ ડરી જતા હોઈં છે. હત્યાની પાછળ નું કારણ કોઈ ઝગડો, ગેરસમજ કે ઈર્ષા હોઈ છે. આમ તેવોજ એક કાળજું કંપાવીદે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટના વિષે જાણી તમને પણ શોક લાગશે. તો ચાલો તમને આ સમગ્ર ઘટના વિષે જણાવીએ.
આ ઘટના નવસારીના ખેરગામમાંથી સામી આવી રહી છે. જ્યાં ગામમાંજ રહેતા એક ૨૦ વર્ષીય યુવાન પર તેનાજ પિતાએ માથાના ભાગે કુહાડી મારી મોતને ઘાટ ઉતારીયો હતો. આમ પિતાએ ક્યા કારણોસર તેના પુત્રની હત્યા કરી તેની કોઈ વાત સામી આવી નથી. તેમજ પોલીસને જાણ થતા આ મામલે તપાસ હાથ ધરી હતી. આમ બનાવની જાણ થતા ખેરગામ પોલીસ તરતજ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
નવસારીના ખેરગામ તાલુકાના નારણપુર ગામ ખાતે આ બનાવ બન્યો છે. નારણપુર ગામ ખાતે ઝઘડિયા ફળિયામાં રહેતા આ પિતાએ તેનાં પુત્રની હત્યા કરી નાખી. જેમાં પુત્ર ગણેશભાઈ પટેલ ની તેના પિતા ભગુભાઈ પટેલે હત્યા કઈ નાખી છે. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે તેના પિતાએ કુહાડી વડે તેના માથા પર ઘા મારી દીધા હતા આ બાદ યુવાન મોતને ભેટ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ખેરગામની પોલીસે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે તેના પિતા ની પુછપરછ શરુ છે અને હત્યાને લઈ કોઈ પણ ખુલાસો હજુ થયો નથી. આમ પોલીસે પણ તેની કાર્યવાહી શરુ રાખી છે.