ન્યુઝીલેનમાં પત્ની સામે જ પટેલ યુવકની થઇ કારપીણ હત્યા! પત્ની ચિખો પાડતી રહી પણ…
હાલ લોકોની હત્યાના મામલો ખુબજ વધી ગયા છે તેવામાં હવે રાજ્યમાં અને દેશમાં પણ લુટારાઓ હથિયાર ની બીક દેખાડીને લુટ કરતા હોઈ છે અને ઘણી વાર ગોળીઓ વરસાવીને હત્યા કરી બધુજ ચોરીને ફરાર થઇ જતા હોઈ છે. દેશમાં તો ઠીક પરંતુ વિદેશ જેવા કડક કાયદા અને કાનુંનું ધરાવતા દેશોમાં પણ હત્યાઓના મામલો સામા આવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ગજરાતી પટેલ યુવકની થઇ છે હત્યા. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ હત્યાની ઘટના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેર માંથી સામે આવી રહી છે જ્યા જલાલપોર તાલુકાના વડોલીગામના એનઆરઆઈ યુવાન દુકાનમાં હતા ત્યાં અચાનકજ બે દિવસ અગાઉ લૂંટારુઓ ત્રાટકયા હતા.આ લૂંટારુઓએ યુવાનને ધમકી કરતા લૂંટારુઓએ જનક પટેલ ઉપર ચપ્પુ વડે હિંસક હુમલો કરી આઠ થી દસ જેટલા મરણતોલ ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતાં ચકચાર ફેલાઇ છે.આઠ મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાન ની પત્નીની નજર સામે જ લૂંટારુઓ એ હત્યા કરી ફરાર થઈ જતાં ત્યાં રહેનાર એનઆરઆઈ ઓમાં ભારે રોષ ની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના તેમજ વડોલીગામના વતની અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં દુકાન ધરાવતા એવા યુવાન જનકભાઈ કાળીદાસભાઈ પટેલ (ઉ.વર્ષ.36) ની હત્યામાં કરું મોટ થઇ છે. તેમને હાલ અઢી વર્ષ પહેલાજ વિજેતા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આને ત્યાર બાદ હાલમાંજ આઠ માહિનહા પહેલાજ તે જનક પટેલ તેની પત્ની સાથે ન્યુઝલેન્ડ ના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા માટે ગયા હતા. જ્યાં તેમની બહેન પણ રહેતા હોઇ દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા.પરંતુ તેને શું ખબર હશે કે તેની હત્યા અચાનકજ થઇ જશે.
દરમિયાન નવસારીના કાસ્બાપાર ગામના વતની અને ન્યુઝલેન્ડના ઓકલેન્ડ ખાતે રહેતા એનઆરઆઈ ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તાજેતરમાં તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય તેમા હાજરી આપવા માટે ૧૫ દિવસ માટે ન્યુઝલેન્ડ થી નવસારી કસ્બાપાર ગામે આવ્યા હતા. દરમિયાન ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તેમની ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે વડોલી ગામના યુવાન જનક પટેલને દુકાન સોંપી ને ૧૫ દિવસ માટે અત્રે આવ્યા હતા.આ દરમિયાન જનક પટેલ તેની પત્ની વિજેતા સાથે ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા
આમ બે દિવસ અગાઉ દુકાનમાં લૂંટારો ત્રાટક્યા અમે પત્ની વિજેતાની નજર સામે જ લૂંટારુઓ જનક પટેલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ જતાં વિજેતા એ બુમાં બૂમ કરી મૂકી હતી,આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. ન્યુઝલેન્ડમાં વસવાટ કરતા મૂળ ભારતીય ગુજરાતીઓ અને એનઆરઆઈઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને લૂંટારુઓને ઝડપી પડી સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. આમ હાલ ન્યુઝલેન્ડ પોલીસ દ્વારા ઘટના ની તપાસ ચાલી રહી હોવાનું તેમના નિકટના હર્ષવર્ધન પટેલે જણાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો