ન્યુઝીલેન્ડમાં વધુ બે ગુજરાતી યુવકો મૌતના મુખમાં ગરકાવ થયા! આવી રીતે થયું કરુણ મૌત, જાણો શું છે પુરી ઘટના?
હાલ છેલ્લા ઘણા સમય થી ગુજરાતી વ્યક્તિઓનું વિદેશમાં મૃત્યુના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે ઘણી વખત કોઈ હત્યામાં તો વાળી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યા મોત થતા હોઈ છે તેવામાં હાલ એક તેવોજ ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં 2 ગુજરાતીઓ પર મોતનું મોજ ફરો વળ્યું છે પુરી ઘટના જાણી તમારા પણ હોશ ઉડી જશે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ મોતની આ ધ્રુજાવી દેતી ઘટના ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પરથી સામે આવી રહી છે જ્યાં અમદાવાદના ત્રણ યુવકમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનાં દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો. અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય દરિયાકિનારે ગયા હતા. એ દરમિયાન આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અંશુલનું પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને એમાં પત્નીની નજરની સામે જ મોત થતાં પરિવારજનો ભારે આઘાતમાં છે
તેમજ આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો હતો. અંશુલને પણ ઘણાં વર્ષોથી તે ઓળખતો હતો. અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. થયું એવું કે અંશુલ, સૌરિન અને અપૂર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઊભી હતી. બહુ દૂર ગયા નહોતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર આવી ગયું હતું, જેમાં સૌરીને અપૂર્વનો હાથ પકડી લીધો હતો, જ્યારે અંશુલ વહી ગયો હતો.
આમ જે બાદ સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયાકિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ અન્ય મોજું આવતાંની સાથે બંને અલગ થઈ ગયા હતા. જોકે અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ્સ આવ્યા. ત્યાર બાદ બીજી 15 કે 20 મિનિટ પછી દરિયામાં ડૂબેલા બંને યુવાનને કિનારે લાવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો ,પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા.
આમ અપૂર્વ મોદીએ નજર સામે તેના બે મિત્રોને ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા બંને યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી આવતીકાલે ન્યૂઝીલેન્ડમાં થશે અને બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. તેમજ આ સાથે ઉલ્લેખનીય છે કે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતા બે લોકો પ્રતિભાવવિહીન હતા. તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેમને પુનર્જીવિત કરવામાં અસમર્થ હતા.
સ્થાનિક મીડિયા અનુસાર, જ્યારે આ ઘટના બની ટે બાદ હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતાં. આમ તેમજ આ સાથે ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે “સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યૂ કર્યું અને તરત જ બીજી વ્યક્તિને જોઈ. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતી હતી. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.