એક જ મિનિટ મા એક બે નહી 48 ગાડીઓ નો એક આથે અકસ્માત થયો ! જુઓ તસવીરો અને જાણો ક્યા ઘટના બની

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થતો હોઈ છે હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

આ અકસ્માતની ઘટના પુણેમાં મુંબઈ-બેંગ્લુરુ હાઈવે પરથી રવિવારે સાંજે બની હતી. જ્યાં અચાનકજ એક પુલના ઢાળ પર એક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યા બાદ 48 ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નવાલે પુલ પર થયેલો આ અકસ્માત બ્રેકના સંદિગ્ધ રીતે ફેઈલ થવા કે પછી ચાલકના ટ્રક પર નિયંત્રણ ગુમાવવાના કારણે થયો. આ ઘટના બાદ પોલીસ અધિકારીએ કહ્યું કે આ  ઘટનામાં લગભગ 50 લોકોને મામૂલી ઈજા થઈ છે અને તેમને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. જો કે 6થી આઠ અન્ય લોકોને સારવાર માટે બે હોસ્પિટલોમાં શિફ્ટ કરી દેવાયા છે. રાહતની વાત એ રહી કે અકસ્માતમાં કોઈના જીવ ગયા નથી.

આમ આ ટક્કર કેટલી ભીષણ હતી તેનો અંદાજો અકસ્માતનો ભોગ બનેલી ગાડીઓની હાલત જોઈને લગાવી શકાય. અકસ્માતમાં અનેક ગાડીઓના ફૂરચા ઉડી ગયા. જ્યારે કેટલીક ગાડીઓને સામાન્ય નુકસાન થયું છે. આમ આ અકસ્માતમાં ટેન્કરના અનેક વાહનો સાથે ટકરાવવાના કારણએ થયેલા અકસ્માત અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોલીસ પાસેથી ઘટનાની જાણકારી લીધી. મુખ્યમંત્રીએ તપાસના નિર્દેશ પણ આપ્યા છે કે ક્યાંક આ અકસ્માત બેદરકારીના કારણે તો નથી  થયો. આ સાથે જ તેમણે પ્રશાસનને અકસ્માતમાં ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરાવવાના નિર્દેશ પણ આપ્યા છે.

તેમણે એ પણ જોવાના નિર્દેશ આપ્યા છે કે આ ક્ષેત્રમાં દુર્ઘટનાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી ન થાય. આ સાથે આ ઘટના બાદ પોલીસે જાણકારી આપતા કહ્યું કે પૂરપાટ ઝડપથી કન્ટેઈનર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું અને તે દરમિયાન અચાનક તેમની બ્રેક ફેઈલ થઈ ગઈ. ત્યારબાદ કન્ટેઈનરે 48 ગાડીઓને ક્ષતિગ્રસ્ત કરી. અકસ્માત બાદ સતારાથી મુંબઈ તરફ જતા રોડ પર લગભગ 2થી 3 કિમી ટ્રાફિક જામ થઈ ગયો. પરંતુ પોલીસે જો કે ગાડીઓને તરત હટાવવાની કામગીરી કરી અને ટ્રાફિક જામ દૂર કર્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *