રાજકોટમાં ૨ અણબનાવો જોવા મળ્યા જેમાં એકમાં ૭ લોકો નો ચમત્કારિક બચાવ થયો અને બીજા બનાવ માં ૨ માસુમ બાળકોનાં મૃત્યુ થયા.
અષાઢી બીજના દિવસે વરસાદ પડ્યો હતો જેમાં એક તરફ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા ને ભાઈ બલરામ સાથે નગર યાત્રા પર નીકળ્યા હતા જયારે બીજી બાજુ તમામ શેહેરો માં વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ માં પણ વરસાદ જોવા મળ્યો હતો જેમાં રાજકોટ જીલ્લાના ૧૦ જેટલા તાલુકામાં મેઘરાજાની મેઘયાત્રા નીકળી હતી . રાજકોટ જીલ્લાના લોધિકા, પડધરી, સરધાર અને ગોંડલ તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ રાજકોટના ગામ્ય પંથકોમાં ૨ જુદા જુદા અન્બનાવો પણ બનવા પામ્યા હતા. જોકે એક બનાવ માં ૭ લોકો નો ચમત્કારી બચાવ થયો હતો જયારે બીજા બનાવ માં ૨ સગા ભાઈ ના મોત થઇ જવા પામ્યા હતા .
જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટ ના ગમ્ય વિસ્તારમાં બે ભાઈઓ પાણી ભરેલા ખાડા માં નહાવા ગયા હતા ત્યારે તેમનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશ ના વાતની હોવાનું સામે આવ્યું છે. સુક્ર્વારના રોજ અષાઢી બીજ ના દિવસે વરસાદ આવ્યો હતો અને માતા પિતા કડિયા કામ કરવા માટે બાંધકામની સાઈડ પર ગયા હતા. આ સમયે બંને ભાઈ ઓ બાંધકામ ની સાઈડ પરથી નીકળી ગયા હતા. રસ્તામાં વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં બંને ભાઈઓ નહાવા માટે પડ્યા .
આ દરમિયાન ડૂબી જવાથી બંને ભાઈઓના મૃત્યુ થયા હતા. સાંજે બંને બાંધકામની સાઈડ પર પરત ના આવતા માતા પિતા બંને ને શોધવા નીકળ્યા હતા પરંતુ કઈ માહિતી ના મળતા તેઓ વેરાવળ પોલીસને જાણ કરી હતી અને શોધખોળ દરમિયાન બંને બાળકો વરસાદી પાણી ભરેલા ખાડામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બંને બાળકો ને પોસ્ટમોટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પાચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્વીનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું આથી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
જયારે બીજા બનાવ માં રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકામાં સાત જેટલા મજૂરોનો ચમત્કારિક બચાવ થવા જોવા મળ્યો હતો. સુક્ર્વારના રોજ રાજકોટમાં લોધિકા તાલુકામાં જોરદાર વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યું હતું. વીજ લાઈનનું કામ કરવા આવેલા મજુરો કારમાં પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. આ સમયે આ કાર નદીના જોરદાર ધસમસતા પ્રવાહ માં ફસાઈ હતી. અને આ બાબતની જાણ થતા જ ગામના લોકો ભેગા થઇ ગયા હતા ને ગામના તરવૈયાઓ પોતાના જીવને જોખમમાં નાખી નદીમાં કુદી પડ્યા હતા તેમજ આ ૭ લોકો ને દોરડા વડે ખેચીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ આ ૭ લોકો નો ચમત્કારી બચાવ થઇ ગયો હતો અને નવું જીવન મળ્યું હતું.